અમેરિકા: જર્મની સામે ચૂપ પણ ભારતે રશિયાનુ ઓઈલ ખરીદયુ તો નારાજગી

અમેરિકાએ રશિયા પાસેથી ઓઈલ ખરીદવાનુ બંધ કરી દીધુ છે.જોકે ભારતે રશિયાએ ઓઈલના ઘટાડેલા ભાવનો લાભ લેવા માટે રશિયન ઓઈલ ખરીદવાનો નિર્ણય લીધો છે તે પછી અમેરિકાએ ભારતને આડકતરી રીતે ધમકી આપી છે.

વ્હાઈટ હાઉસના પ્રવક્તા જેન પસાકીએ કહ્યુ હતુ કે, બાઈડન સરકારે દુનિયાના તમામ દેશોને સંદેશ આપ્યો છે કે, રશિયા પર મુકાયેલા પ્રતિબંધોનુ પાલન કરવામાં આવે.જો ભારત રશિયા પાસેથી ઓઈલ ખરીદતુ હોય તો ભારતે વિચારવાનુ છે કે તમે કોની સાથે ઉભા છો. ઈતિહાસના પુસ્તકો અત્યારે લખાઈ રહ્યા છે અને રશિયાનુ સમર્થન કરવુ એ રશિયાના યુક્રેન પરના આક્રમણનુ સમર્થન કરવા જેવુ છે.તેની અસર વિનાશકારી હશે.

ભારતે અત્યાર સુધી રશિયાના હુમલાને વખોડયો નથી અને યુએનમાં રશિયા સામે વોટિંગ પણ કર્યુ નથી.

રશિયાએ તો ભારતને મેસેજ આપી દીધો છે કે, રશિયા ભારતમાં ઓઈલ એક્સપોર્ટ વધારવા માંગે છે અને ભારતીય કંપનીઓ આ સેક્ટરમાં રશિયામાં આવીને રોકાણ કરે તેવુ પણ રશિયા ઈચ્છી રહ્યુ છે.

જોકે ભારતને ધમકી આપીને અમેરિકાએ પોતાનુ બેવડુ વલણ છતુ કર્યુ છે.કારણકે જર્મની અને બીજા યુરોપિયન દેશો હજી પણ રશિયા પાસેથી ઓઈલ અને ગેસ ખરીદી રહ્યા છે અને અમેરિકાએ તેની સામે કાર્યવાહી પણ નથી કરી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *