હોળીની જ્વાળાઓ પરથી આગામી ચોમાસાનો વરતારો જાણવા મળે છે. હોળીની જ્વાળાઓ કઈ દિશાઓમાં જાય છે તેના પરથી ખગોળીય અને જ્યોતિષની દૃષ્ટિએ આગામી ચોમાસુ કેવું રહેશે તેનો અંદાજ મળે છે. તા. ૧૭/૦૩/૨૦૨૨ ગુરૂવારે પ્રગટાવનારી હોળીની જ્વાળાની દિશા પરથી આગામી ચોમાસાનો વરતારો કાઢવામાં આવશે.
હોળી આ હવામાન શાસ્ત્રના અવલોકન અને અભ્યાસનો ખાસ દિવસ હોવાથી તે દિવસે સાંજે સૂર્યાસ્ત સમયે અને ત્યારબાદ ચાર ઘડીના સમયમાં પવનની દિશા-જ્વાળાઓનો અભ્યાસ કરાય છે. મેઘાડંબર નામના ગ્રંથમાં જણાવ્ય છે.
- હોળીના પ્રાગટ્ય સમયે ઉત્તર દિશામાં વાયુ હોય તો શિયાળો લાંબો થાય અને વરસાદ ઓછો થાય, પાણીની અછત વર્તાય. જ્યારે પશ્ચિમ દિશાનો વાયુ હોય તો ઉત્તમ વરસાદ થાય.” સોળ આની” ચોમાસુ માનવું.
- દક્ષિણ દિશાનો વાયુ હોય તો રોગચાળાનો ભય રહે અને પશુ પ્રાણીઓને નુકશાન થાય. જ્યારે પૂર્વ દિશાનો વાયરો હોય તો સામાન્ય વરસાદ રહે, ખંડ વૃષ્ટિ થાય. એકંદર વર્ષ મધ્યમ પસાર થાય.
- ઈશાની વાયરો હોય તો ઠંડી ખૂબ પડે અને ઉનાળો મોડો શરૂ થાય. અગ્નિ દિશાનો વાયરો હોય તો દુષ્કાળનો ભય રહે, ચોમાસુ મોડુ અને વરસાદ થોડો થાય. પાણીની ખેચ રહે.
- નૈઋત્યનો વાયરો હોય તો વર્ષ સાધારણ ગણવું. ખંડ વૃષ્ટિ થાય. વાયવ્ય દિશાનો વાયુ હોય તો વરસાદ સાર્વત્રિક સારો થાય અને ખેતીની ઉપજ સારી રહે. જો વાયરો આકાશમાં ઘૂમરી લેતો અને ચારેય દિશામાં વાયુ પ્રસરતો હોય તો દુષ્કાળનો ભય રહે, પ્રજા પીડાય છે.
- હોળીના પર્વમાં અનુભવીઓ કેટલાક ખાસ વિસ્તારમાં જમીનમાં ચોક્કસ ઉંડાઇએ મતલમાં જુદા જુદા અનાજ ભરીને હોળીની નીચે રાખે છે. બીજા દિવસે તેનું નિરીક્ષણ કરીને ગરમી, ભેજ અને હવામાનનું અનુમાન કરવાની આપની પ્રાચીન પરંપરા છે.
પુરાણોની કથા અનુસાર હિરણ્ય કશ્યપ નામના રાક્ષસ ને ત્યાં જન્મેલો બાળક બાળપણ થી જ ઈશ્વરનું સ્મરણ કરતો હતો. સર્વત્ર ઈશ્વરનો વાસ રહેલો છે એવી એક દ્રઢ માન્યતા અનુસાર પોતાના જીવનને પણ ઈશ્વરનું વરદાન સમજે છે. આવા જ એક પ્રયત્નમાં ભાગ રૂપે તેની બહેન હોલિકાને અગ્નિદેવનું વરદાન હોવાથી તેના ખોળામાં પ્રહલાદને બેસાડીને તેને બાળી ને ભસ્મ કરવાનું પ્રયોજન કરે છે. આખરે હોલિકા બળીને ભસ્મ બને છે અને પ્રહલાદ હેમખેમ જીવતો રહે છે. સમસ્ત ગ્રામજનો આ ઘટનાને ઉત્સવ તરીકે ઉજવે છે.