ગુજરાત, રાજસ્થાન અને દેશના અન્ય રાજીઓમાં તથા પાકિસ્તાન ઉપર જોવા મળેલા સાયક્લોનિક સરકુલેશનના કારણે છેલ્લા પાંચ દિવસથી વિક્રમી ગરમી જોવા મળી રહી છે. જોકે, શુક્રવારે ધૂળેટી ઉત્સવમાં રાહત મળવાની શક્યતા છે.
સ્કાયમેટ વેધર ફોરકાસ્ટના અનુમાન પ્રમાણે હવે પાકિસ્તાનનું સ્સાયકલોન ત્યાંથી હટી રહ્યું છે અને ભારતમાં આવી જ પેટર્ન મધ્ય પ્રદેશમાં બની રહી છે. આ નવી પેટર્ન બનતા ગુજરાત ઉપર ઉત્તર ભારત અને ઇશાન ભારત તરફથી પ્રમાણમાં ઠંડા પવન ફૂંકાશે. શુક્રવારથી જ તાપમાન થોડું ઘટવાનું શરૂ થશે અને આગામી ત્રણ દિવસમાં તે ૩૭-૩૯ ડિગ્રી થઈ જશે જેથી રાહત અનુભવાશે.
દેશ ભરમાં કોરોના મહામારીના કારણે બે વર્ષથી હોળી અને ધૂળેટી ઉત્સવ રમવા ઉપર નિયંત્રણ હતા. આ વર્ષે કેસ ઘટી ગયા છે અને હવે કોઈ મોટો ખતરો નથી એટલે લોકો ઉત્સવની જોરશોરથી તૈયારીઓ કરી રહ્યા છે એમના માટે ગરમીમાં ઘટાડો એ એક મોટી રાહતના સમાચાર છે.