લખનૌમાં ઈસ્લામિક સેન્ટર ઓફ ઈન્ડિયાના મૌલાના ખાલિદ રશીદ ફિરંગી મહલી તરફથી જાહેર થયેલી એડવાઈઝરી પર અમલ્ કરીને મસ્જિદોમાં નમાઝ પઢવા માટેનો સમય બદલવામાં આવ્યો છે.
શબે બરાત અને હોળી છે ત્યારે હવે હોળીની ઉજવણી બાદ મસ્જિદોમાં નમાઝ પઢવાની અપીલ કરવામાં આવી છે.જેના પગલે નમાઝનો સમય ૧૨-૩૦ થી બદલીને ૦૧-૩૦ કરવામાં આવ્યો છે.સાથે જ લોકોને ઘરની નજીકની મસ્જિદમાં નમાઝ પઢવા માટે અપીલ કરાઈ છે.મૌલાના ખાલિદ રશીદ ફિરંગી મહલીએ કહ્યુ હતુ કે, ત્રણે તહેવારો એક સાથે છે.આ સંદર્ભમાં નમાઝનો સમય બદલવા માટે મેં સૂચન આપ્યુ છે.