લેઉવા પાટીદાર સમાજની આજે રાજકોટ માં બેઠક મળી રહી છે. લેઉવા પાટીદાર સમાજની બેઠકને લઇને પૂર્વ કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા એ મહત્ત્વનું નેવેદ કર્યું છે કે આજની બેઠકમાં માત્ર સમાજલક્ષી ચર્ચા થશે. આજની બેઠકમાં કોઇ જ રાજકીય ચર્ચાઓ નહિ થાય. નરેશ પટેલ ના રાજકારણ માં જોડાવા અંગેનો નિર્ણય તેમનો વ્યક્તિગત નિર્ણય છે. આજની બેઠકમાં લેઉવા પાટીદાર સમાજના દ્વારકા, નાથદ્રાર, મથુરા અને હરિદ્રારના ભવનના હિસાબોની ચર્ચા થશે. ઉપરાંત આગામી સમાજલક્ષી વિકાસકામોની ચર્ચા કરાશે.
રાજકોટમાં આજે પાટીદાર અગ્રણી નરેશ પટેલના રાજકારણમાં સક્રિય થવાના સંકેત વચ્ચે લેઉવા પટેલ સમાજ ટ્રસ્ટની મહત્વની બેઠક આયોજિત થઈ રહી છે. રાજ્ય સરકારના પૂર્વ પ્રધાન જયેશ રાદડિયાના નેતૃત્વમાં આ બેઠકનું આયોજન થયુ છે.વિધાનસભા ચૂંટણીનુ વર્ષ સાથે સાથે બે વર્ષ બાદ આ બેઠક યોજાઈ રહી છે.જેથી સૌની નજર આ બેઠક પર રહેલી છે. આ બેઠકમાં ખોડલદામ ટ્રસ્ટ પ્રમુખ નરેશ પટેલ સહિતના ટ્રસ્ટીઓ સામેલ થશે. સમાજની બેઠકમાં કેવા મુદ્દા ચર્ચામાં આવે છે તેની રાજકીય અને સામાજિક જગત સાથે સંકળાયેલા લોકો નજર લગાવીને બેઠકમાં છે. આ અંગે પૂર્વ મંત્રી જયેશ રાદડિયાએ પત્રકાર પરિષદ યોજી તેમણે મીડિયાને જણાવ્યું હતું કે, આજે સમાજની બેઠકમાં રાજકીય ચર્ચા નહીં થાય, યોગ્ય સમયે જવાબ આપીશ.