એલ પી જી ગેસ સિલિન્ડરની સબસિડીને લઈને સરકારનો નવો પ્લાન

રસોઈ ગેસ સિલિન્ડરની સબસિડીને લઈને ગ્રાહકોને મોટી ખબર મળી શકે છે. ઘરેલૂ ગેસની કિંમતમાં વધારાની ખબર આગ લગાડી રહી છે. રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે ક્રૂડ ઓયલની કિંમત વધી ગઈ છે. આ વચ્ચે સતત આ ચર્ચા બની છે કે રસોઈ ગેસ સિલિન્ડરની કિંમત ૧૦૦૦ સુધી પહોંચી જશે.

એલ પી જી સિલિન્ડરની વધતી મોંઘવારીને લઈને સરકારના વિચાર હજુ સામે આવ્યા નથી પરંતુ સરકારના એક આંતરિક મૂલ્યાંકનમાં આના સંકેત મળી રહ્યા છે કે ગ્રાહક એક સિલિન્ડર માટે ૧૦૦૦ રૂપિયા સુધી આપવા માટે તૈયાર છે. સૂત્રો અનુસાર એલપીજી સિલિન્ડરને લઈને સરકાર બે વલણ અપનાવી શકે છે. પહેલુ સરકાર સબસિડી વિનાના સિલિન્ડર સપ્લાય કરે. બીજુ, કેટલાક નક્કી કરાયેલા ગ્રાહકોને પણ સબસિડીનો લાભ આપવામાં આવે.

સબસિડી આપવા વિશે સરકાર તરફથી હજુ કંઈ પણ સ્પષ્ટ કરાયુ નથી પરંતુ અત્યાર સુધી મળેલી જાણકારી અનુસાર ૧૦ લાખ રુપિયા ઈનકમના નિયમને લાગુ રાખવામાં આવશે અને ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને સબસિડીનો લાભ મળશે. બાકી લોકો માટે સબસિડી ખતમ થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *