સરકાર ગંગા નદીના ગંદા પાણીને ટ્રીટ કર્યા પછી વેચવાના માર્ગો પર વિચાર કરી રહી છે. આ માહિતી આપતા એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે ટૂંક સમયમાં આ ટ્રીટેડ પાણી ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ ને વેચવામાં આવશે. ગંગા બેસિનમાં લગભગ ૧૨,૦૦૦ મિલિયન લિટર પ્રતિ દિવસ ગંદુ પાણી ભેગુ થાય છે.
નેશનલ મિશન ફોર ક્લીન ગંગાના ડિરેક્ટર જનરલ અશોક કુમારે જણાવ્યું હતું કે એજન્સી લગભગ એક મહિનામાં આઇ ઓ સિ એલ ને ટ્રીટેડ વોટર વેચવાનું શરૂ કરશે. ડિરેક્ટર જનરલ અશોક કુમારે કહ્યું, ‘અમે આ પ્રોજેક્ટ મથુરાથી શરૂ કરી રહ્યા છીએ, જે અંતર્ગત ૨૦ એમ એલ ડી ટ્રીટેડ વોટર આઇ ઓ સિ એલ ને આપવામાં આવશે. ત્યાં એક ઓઈલ રિફાઈનરી છે અને આઇ ઓ સિ એલ ની જરૂરિયાત મુજબ મથુરા રિફાઈનિંગ પ્લાન્ટમાં થી ટ્રીટેડ પાણી પૂરું પાડવામાં આવશે.
દેશમાં આ પ્રથમ વખત બનશે કે ઓઈલ રિફાઈનરી ટ્રીટેડ વોટરનો ઉપયોગ કરશે,” તેમણે કહ્યું કે ગંગામાંથી એકત્ર થયેલ ગટરના પાણીને સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ટ્રીટ કરવામાં આવશે અને પછી તે ઉદ્યોગોને વેચી શકાય કારણ કે તે તેમના માટે યોગ્ય છે.
નહાવા માટેનું શુદ્ધ પાણી જે સારા ધોરણનું છે તેનો ઉપયોગ ઉદ્યોગો કરી શકે છે. તે નદીઓના સારા પાણીનો ઉપયોગ ઘટાડવામાં પણ મદદ કરશે. એન એમ સી જી ના ડીજીએ કહ્યું કે એજન્સી આયુષ મંત્રાલય સાથે પણ વાતચીત કરી રહી છે કે કેવી રીતે કુદરતી ખેતીના ભાગ રૂપે નદી કિનારે ઔષધીય છોડ ઉગાડી શકાય.
