૨૦થી વધુ ગુજરાતી એકસાથે આઈપીએસ અધિકારી બનશે

આઈપીએસ માં જનારા ગુજરાતીઓની સંખ્યા પણ વધવા લાગી છે. એમાં પણ હવે એકસાથે ૨૦થી વધુ અધિકારી આઈપીએસ માટે નોમિનેટ થવા જઈ રહ્યા હોવાની ઐતિહાસિક ઘટના આકાર લઈ રહી છે.

વર્ષ ૨૦૧૧ની બેચમાં ડીવાઇએસપી  તરીકે ભરતી થયેલા ૨૫ જેટલા અધિકારીઓને આઈપીએસ નોમિનેશન માટેની ક્લિયરિંગ પ્રોસેસ પૂર્ણ થઈ ગઈ છે. નોમિનેશનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આવનારા સમયમાં એકસાથે ૨૦થી વધુ ગુજરાતી અધિકારી આઈપીએસ તરીકે ફરજ બજાવશે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ૨૦૧૧ની બેચના પાસ થયેલા ૩૬ ડીવાઇએસપી  જિલ્લામાં એસપી તરીકે તેમજ શહેરમાં ડીસીપી તરીકે નિમણૂક પામ્યા છે, જેઓ ટૂંક સમયમાં મહત્ત્વની જગ્યા પર પણ હશે. આ પહેલાં ગુજરાત કેડરના ચાર આઈપીએસ અધિકારી એવા સજ્જન સિંહ વી. પરમાર, અશોક મુનિયા, મયૂર ચાવડા અને ઉષા રાડાને આઈપીએસ કેડર ફાળવવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *