કોરોના સંકટ અને રશિયા-યુક્રેન યુદ્ધને કારણે ઉભી થયેલી સ્થિતિ વચ્ચે મોદી સરકારે એક મોટી ઉપલબ્ધિ મેળવી છે. ભારતે પ્રથમ વખત ૪૦૦ અબજ ડોલરના માલની નિકાસ નું લક્ષ્ય હાંસલ કર્યું છે.
આ વિશે માહિતી આપતા પીએમ નરેન્દ્ર મોદીએ આજે ટ્વીટ કર્યું છે કે, “ભારતે પહેલીવાર માલની નિકાસનું ૪૦૦ બિલિયન ડોલર સુધીનું લક્ષ્ય હાંસલ કર્યું છે. હું આ સફળતા માટે અમારા ખેડૂતો, એમએસએમઈ, ઉત્પાદકો, નિકાસકારોને અભિનંદન આપવા માંગુ છું. આત્મનિર્ભર ભારત તરફની અમારી સફરમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે.”
પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વીટમાં કહેવામાં આવ્યું છે કે સરકારે તેની નિર્ધારિત સમયમર્યાદાના ૯ દિવસ પહેલા આ લક્ષ્યાંક હાંસલ કરી લીધો છે. આંકડાઓ અનુસાર, ભારત દરરોજ એક અબજ ડોલરના માલની નિકાસ કરે છે, એટલે કે લગભગ ૪૬ મિલિયન ડોલરની કિંમતનો સામાન દરરોજ અન્ય દેશોમાં મોકલવામાં આવતો હતો. જો આપણે મહિના વિશે વાત કરીએ, તો તે દર મહિને સરેરાશ ૩૩ બિલિયન ડોલર છે.