પાકિસ્તાનમાં ૨૫મી કે ૨૮મી માર્ચે સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન કરશે. આ બાબતે વિવિધ અટકળો લગાવવામાં આવી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઈમરાન ફ્લોર ટેસ્ટ પહેલા રાજીનામું આપી દેશે. વડાપ્રધાન ઈમરાન ખાનની સરકાર ભારે રાજકીય સંકટમાંથી પસાર થઈ રહી છે.
સંસદમાં ભાષણ બાદ તેઓ ખુરશી છોડી દેશે તેવી અટકળો પણ ચાલી રહી છે. ઈમરાન ખાન ખુરશી છોડે કે ન છોડે, પણ તેમના નજીકના લોકોએ ચોક્કસપણે દેશ છોડવાનું શરૂ કરી દીધું છે. ખાસ વાત એ છે કે પાકિસ્તાનના ઘણા પત્રકારો આ અંગે પહેલેથી જ આશંકા વ્યક્ત કરી રહ્યા હતા.
ઈમરાનના પૂર્વ સલાહકાર શહજાદ અકબર, મુખ્ય સચિવ આઝમ ખાન અને પાકિસ્તાનના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ ગુલઝાર અહેમદ દેશ છોડી દીધો છે.
અમેરિકામાં રહેતા પાકિસ્તાની વકીલ, પત્રકાર અને સામાજીક કાર્યકર ડોક્ટર સાજીદ તરાડે કહ્યું હતુ કે ઈમરાનના નજીકના લોકોનો ભાગી જવાનું શરુ થયું છે. હજી પણ ઓછામાં ઓછા ૮ નેતા ઓ દેશ છોડી દેશે. નેશનલ સિક્યોરિટી એડવાઈઝર મોઈદ યુસુફ પણ જવાના છે. ઈમરાનના બાળકો લંડનમાં છે. તેઓ પણ ત્યા જતા રહે તો એ હેરાન કરનારી વાત નહીં હોય.