અમદાવાદમાં બોપલ પોલીસ સ્ટેશનમાં ઠગ દંપતિ સામે ફરીયાદ નોંધાઈ છે. આરોપીએ ભેગા મળી પોતાનો કરોડો રૂપિયાની કિંમતનો બંગલો અને ફ્લેટ વેચવાના નામે બે અલગ અલગ લોકો પાસેથી કરોડો રૂપિયા લઈને છૂમંતર થઈ ગયા છે. અમદાવાદનાં સિંધુ ભવન રોડ પર આવેલી વૈભવી ઓફિસનું ભાડુ પણ ન આપી ફરાર થઈ જતા ઓફિસની બહાર જાહેર નોટીસ લગાડવામાં આવી છે. મહત્વનું છે કે એક જ દિવસમાં આ મામલે બે ફરિયાદ નોંધાતા પોલીસે દંપતિને શોધવાની તજવીજ તેજ કરી છે.
ચિંતન શાહ અને હિરવા શાહએ પોતાનાં બંગલો અને ફ્લેટ વેચવાના નામે કરોડો રૂપિયાની છેતરપીંડી આચરી હોવાની ધટના બની છે..પાટણમાં રહેતા દેવચંદ પટેલને પોતાનાં કેનેડા ખાતે રહેતા ભાઈ માટે અમદાવાદમાં બંગલો લેવાનો હતો જેથી બોપલની સ્કાય સિટીમાં ચિંતન શાહ અને હિરવા શાહની માલિકીનો બંગલો પસંદ પડતા સાડા નવ કરોડમા ખરીદવાનું નક્કી કર્યું,
ચિંતન શાહે દેવચંદ પટેલ પાસે નોટરાઈઝ બાનાખત કરાવી ૨.૨૩ કરોડ રૂપિયા લઈ લીધા હતા. થોડા સમય બાદ ફરિયાદીએ દંપતિનો સંપર્ક કરતા ફોન બંધ આવ્યો ત્યારે તેઓને જાણ થઈ કે બન્ને દંપતિ પોતાની તમામ ગાડીઓ વેચીને ફરાર થઈ ગયા છે અને મકાનનો પાવર ઓફ એટર્ની પોતાના માતાના નામે કર્યો હતો. જે બાદ તે બંગલો અન્યને રજીસ્ટર દસ્તાવેજ કરી આપી છેતરપીંડી આચરી હતી.
વેજલપુરમાં આવેલા આશા કીરણ એપાર્ટમેન્ટમાં ઈશ્વર દેસાઈ જેઓ ચિંતન શાહની પાડોશમાં રહેતા હતા જેઓને ચિંતન શાહે બોપલમાં સફલ ગાલા રીયલ્ટીમા આવેલો ફ્લેટ ૬૦ લાખમાં વેચવાનું કહીને ટુકડે ટુકડે ૩૦ લાખ પડાવ્યા હતા.
ફરિયાદીએ દસ્તાવેજ માટે કહેતા ચિંતન શાહ બહાના બતાવતો હતો બાદમાં નવેમ્બરમાં દસ્તાવેજ કરી આપવાનું કહીને પતિ પત્નિ ફરાર થઈ ગયા હતા. જે બાદ ફરીયાદીને જાણ થઈ હતી કે આ દંપતિએ તેમને વેચેલા ફ્લેટનો દસ્તાવેજ યતેન્દ્ર શાહ નામનાં વ્યક્તિને કરી આપ્યો છે. જેથી આ મામલે બોપલમાં ફરીયાદ નોંધાઈ હતી.