રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધને એક મહિનો થવા જઈ રહ્યો છે અને હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી. યુરોપમાં વધી રહેલા તણાવ વચ્ચે યુએસ પ્રમુખ જો બાઈડને ગઈકાલે વ્હાઈટ હાઉસથી યુરોપની ચાર દિવસની મુલાકાતે ગયા હતા અને હવે તેઓ બેલ્જિયમમાં છે,
યુએસ પ્રમુખ જો બાઈડ યુક્રેનમાં રશિયન આક્રમણ અંગે ચર્ચા કરે તેવી અપેક્ષા છે. મુખ્ય સાથીદારો સાથે મુલાકાત કરશે. તેઓ સાથે મળીને નાટો ની મહત્વપૂર્ણ ઈમરજન્સી બેઠકમાં પણ ભાગ લેશે.
અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન બ્રસેલ્સ પહોંચ્યા પછી અમેરિકી રાષ્ટ્રપતિ કાર્યાલયે ટ્વિટર પર બાઈડનેને ટાંકીને કહ્યું, ‘બ્રસેલ્સમાં ઉષ્માભર્યું સ્વાગત કરવા બદલ વડાપ્રધાન એલેક્ઝાંડર ડી કોરોનો આભાર. હું આ અઠવાડિયે અમારા તમામ સાથીઓ અને ભાગીદારો સાથે નજીકથી કામ કરવા માટે આતુર છું કારણ કે અમે યુક્રેનમાં પુતિનની પસંદગીના યુદ્ધને પ્રતિસાદ આપવાનું ચાલુ રાખીએ છીએ.