સોનિયા ગાંધીએ ૨૬ માર્ચે બોલાવી પાર્ટી મહાસચિવોની બેઠક

પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં મળેલી હાર બાદ કોંગ્રેસ પાર્ટીમાં ઉથલપાથલનો માહોલ છે. આ બધાની વચ્ચે પાર્ટીના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ સ્થિતિ પર નજર રાખી છે અને પાર્ટીના નેતાઓને વર્તમાન સ્થિતિને લઈને બેઠક યોજવાનું કહ્યું છે.

સોનિયા ગાંધીએ પાર્ટીના તમામ મહાસચિવોની બેઠક બોલાવી છે. ૨૬ માર્ચે આ બેઠકની અધ્યક્ષતા કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલ કરશે. આ બેઠક ૨૬ માર્ચે પાર્ટી હેડક્વાર્ટરમાં યોજાશે. આ બેઠકમાં તમામ મહાસચિવ અને રાજ્ય પ્રભારી પણ હાજરી આપશે.

 

પાંચ રાજ્યોમાં પાર્ટીની હાર બાદ કોંગ્રેસમાં જોરદાર હોબાળો મચી ગયો છે. જી૨૩ નેતાઓ સતત નેતૃત્વ પરિવર્તનની માંગ કરી રહ્યા છે.

જી૨૩ નેતાઓમાં કપિલ સિબ્બલે સીધો જ ગાંધી પરિવાર વિરુદ્ધ મોરચો ખોલી દીધો છે. કપિલ સિબ્બલ કોંગ્રેસના અન્ય નેતાઓના નિશાના પર આવી ગયા છે.

વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે ,દરેકને સોનિયા ગાંધીના નેતૃત્વમાં વિશ્વાસ છે. તે પાર્ટીનું નેતૃત્વ કરવાનું ચાલુ રાખશે. બેઠકમાં પાર્ટીને મજબૂત કરવાની રણનીતિ પર ચર્ચા કરવામાં આવી હતી. સીડબ્લ્યુસીની બેઠકમાં, ગુલામ નબી આઝાદ, દિગ્વિજય સિંહ સહિતના વરિષ્ઠ નેતાઓએ સૂચનો આપ્યા કે ,ચૂંટણીમાં ભૂલ ક્યાં થઈ તેના પર મંથન કરવું જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *