પશ્ચિમ બંગાળના સીએમ મમતાએ સ્વીકારી બેદરકારી

પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ બીરભૂમ આગમાં મૃતકોના પરિવારજનોને ૫ લાખનો ચેક આપ્યો. મમતાએ કહ્યું કે અસરગ્રસ્ત ઘરોના પુનઃનિર્માણ માટે ૨ લાખ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે. તે જ સમયે, આગમાં મૃત્યુ પામેલા ૧૦ લોકોના પરિવારોને પણ નોકરી આપવામાં આવશે.

વાસ્તવમાં પશ્ચિમ બંગાળના બીરભૂમજિલ્લામાં તૃણમૂલ કોંગ્રેસના નેતાની હત્યા બાદ ફાટી નીકળેલી હિંસામાં ૮ લોકોને જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા.

મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે વહીવટીતંત્ર તરફથી ઘણી બેદરકારી જોવા મળી છે. ટીએમસી નેતાની હત્યા બાદ પોલીસે સતર્ક રહેવું જોઈતું હતું પરંતુ એવું થયું નહીં. આની પાછળ જે કોઈ પણ હશે તેને કડક સજા થશે. તેમણે કહ્યું કે મૃતકોના પરિવારને ૫ લાખ રૂપિયા, જેમના ઘર બળી ગયા છે તેમને ૨ લાખ રૂપિયા અને ઘર ચલાવવા માટે ૧૦ લોકોને નોકરી આપવામાં આવશે.

 

મુખ્યમંત્રી મમતા બેનર્જીના આગમન પહેલા બીરભૂમના રામપુરહાટમાં પોલીસ દળ તહેનાત કરવામાં આવ્યું હતું. જેથી કરીને કોઈ અપ્રિય ઘટના ન બને. આ માટે રામપુરહાટમાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી હતી. મુખ્યમંત્રીનું હેલિકોપ્ટર જ્યાં ઉતર્યું હતું તે હેલીપેડની આસપાસ સીસીટીવી લગાવવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *