પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની પ્રથમ મુલાકાત

દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત બાદ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનેકહ્યું કે રાષ્ટ્રીય સુરક્ષા જાળવવા માટે અમને કેન્દ્રના સમર્થનની જરૂર છે. પંજાબની આર્થિક સ્થિતિ ખરાબ છે. અમે રાજ્યની આર્થિક સ્થિતિ સુધારવા માટે ૨ વર્ષ માટે દર વર્ષે ૫૦,૦૦૦ કરોડ રૂપિયાના પેકેજની માંગણી કરી છે. ૧૬ માર્ચે રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા બાદ ભગવંત માનની વડાપ્રધાન સાથેની આ પ્રથમ મુલાકાત છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા બાદ ભગવંત માન હવે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મળશે.

સીએમ ભગવંત માને શનિવારે તેમની કેબિનેટની પ્રથમ બેઠક યોજી હતી. આ બેઠકમાં પ્રથમ નિર્ણય હેઠળ પોલીસ વિભાગની ૧૦,૦૦૦ સહિત રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં ૨૫,૦૦૦ ખાલી જગ્યાઓ ભરવાની મંજૂરી આપવામાં આવી હતી. તેમણે પ્રથમ બેઠક યોજ્યા બાદ એક વીડિયો સંદેશમાં આ નિર્ણયની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે આ નોકરીઓ માટે જાહેરાત અને સૂચનાની પ્રક્રિયા એક મહિનાની અંદર શરૂ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *