ગુજરાતમાં CNGના ભાવમાં વધારો

ગુજરાતમાં મોટરકારોને હજારો વાહનમાલિકોએ મોંઘાદાટ પેટ્રોલ-ડીઝલના ભાવથી બચવા  રૂ. ૫૦,૦૦૦થી વધુનો ખર્ચ કરીને સી.એન.જી.માં ફેરવી છે ત્યારે આજે ગુજરાત ગેસ દ્વારા પૂરા પડાતા સી.એન.જી.ના ભાવમાં પ્રતિ કિલો રૂ. ૩નો વધારો કરાયો છે અને ભાવ રૂ. ૭૦ને પાર થયા છે.

પેટ્રોલિયમ ડીલર્સના કહેવા પ્રમાણે અમદાવાદમાં અદાણીએ સમગ્ર રાજ્યમાં ભાવ વધાર્યા છે તેમાં અમદાવાદમાં રૂ. ૭૩.૦૯માં  રૂ. ૧.૫૦નો વધારો કરતા નવા ભાવ રૂ. ૭૪.૫૯ અમલી થયા છે. જ્યારે રાજકોટ અને જામનગર સહિત શહેરોમાં ગુજરાત ગેસના મળતા સી.એન.જી.ના ભાવ રૂ. ૬૭.૫૩થી વધીને રૂ. ૭૦.૫૩ ઉપર પહોંચ્યા છે.

મોંઘવારીનું વિષચક્ર દરેક ક્ષેત્રમાં શરૂ થયું છે.  ગત ત્રણ દિવસમાં પહેલા પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત બે દિવસ રૂ.૧.૬૦નો વધારો કરાયો હતો. ત્યારબાદ રસોઈ વગેરે ઘરેલુ વપરાશના  ગેસના બાટલાના ભાવ રૂ. ૯૦૫માં ૫૦નો વધારો ઝીંકાતા રૂ. ૯૫૫ થયા છે. આજે ખાદ્યતેલમાં રૂ.૨૫નો ભાવ વધારો થયો છે. રાજકોટમાં અર્ધા વિસ્તારોમાં પી.એન.જી. જે પાઈપલાઈનથી આવે છે તેઓ રાંધણગેસના ભાવ વધારાથી બચ્યાનો શ્વાસ લે તે પહેલા ગઈકાલે  પી.એન.જી.ના ભાવમાં રૂ. ૪નો વધારો ઝીંકી દેવાતા ભાવ રૂ. ૩૯ ઉપર પહોંચ્યો છે. અને આજે રિક્ષા,કાર વગેરેમાં વપરાતા સી.એન.જી.ના ભાવ વધ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *