ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્રારા રાજ્યનું નવું સંગઠન માળખું જાહેર કરવામાં આવ્યું છે.નવા સંગઠનમાં રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે પ્રદિપ ત્રિવેદીનું નામ ફાઇનલ કરવામાં આવ્યું છે.જો કે પ્રદિપ ત્રિવેદીનું નામ જાહેર થતા જ પાટીદાર નેતાઓમાં નારાજગી જોવા મળી હતી.શહેર કોંગ્રેસના અલગ અલગ સોશિયલ ગ્રુપમાંથી પાટીદાર નેતાઓ નીકળીને પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.
પાટીદાર નેતાઓએ નવા સંગઠનમાં પાટીદાર સમાજને યોગ્ય પ્રભુત્વ ન મળતું હોવાનો દાવો કર્યો હતો.નવી નિમણુક બાદ પાટીદાર સમાજને પ્રભુત્વ ન મળતા કોંગ્રેસ વિરુધ્ધ સોશિયલ મિડીયામાં મેસેજ વાયરલ થયાં હતા જેમાં પાટીદાર સમાજ સાથે અન્યાય થયો હોવાની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી અને આગામી દિવસોમાં પાર્ટીએ પરિણામ ભોગવવું પડશે તેવો પણ દાવો કરવામાં આવ્યો છે.
કોંગ્રેસ દ્રારા જાહેર કરવામાં આવેલા સંગઠનના માળખામાં રાજકોટનો દબદબો જોવા મળ્યો હતો નવા માળખામાં ઇન્દ્રનીલ રાજ્ય ગુરૂ ડો. હેમાંગ વસાવડા અને ગાયત્રીબા વાધેલાને ઉપપ્રમુખ બનાવ્યા છે જ્યારે અશોક ડાંગર, મહેશ રાજપૂત અને જશવંતસિંહ ભટ્ટીને મહામંત્રી બનાવવામાં આવ્યા છે. ઇન્દ્રનીલ રાજ્યગુરૂ છેલ્લા થોડાં સમયથી નિષ્ક્રિય હતા જો કે કોંગ્રેસ દ્રારા તેને પ્રદેશ ઉપપ્રમુખ બનાવવામાં આવતા તેઓ હવે ફરી સક્રિય રીતે કોંગ્રેસમાં કામગીરી કરતા જોવા મળશે.