ગુજરાતમાં બન્યો ભારતનો પ્રથમ સ્ટીલનો રસ્તો

સ્ટીલ પ્લાન્ટમાંથી દર વર્ષે ૧૯ મિલિયન ટન સ્ટીલનો કચરો નીકળે છે. સ્થિતિ એવી બની છે કે, સ્ટીલ પ્લાન્ટમાં કચરાના પહાડો બની ગયા છે. પરંતુ હવે સ્ટીલના આ જ કચરામાંથી રસ્તાઓ બનશે. અનેક વર્ષોના સંશોધન બાદ કેન્દ્રીય સડક સંશોધન સંસ્થાના વૈજ્ઞાનિકોએ સ્ટીલના કચરાને પ્રોસેસ કરીને કપચીનું નિર્માણ કર્યું છે. આ કપચી વડે ગુજરાતમાં ૧ કિમી લાંબો ૬ લેનનો રસ્તો તૈયાર કરવામાં આવ્યો છે. હવે દેશમાં હાઈવે પણ આ સ્ટીલના વેસ્ટમાંથી જ બનશે.

ગુજરાતના હજીરા પોર્ટ ખાતે બનાવાયેલો એક કિમી લાંબો આ રસ્તો પહેલા અનેક ટન વજન લઈને ચાલી રહેલા ટ્રકોના કારણે બિસ્માર રહેતો હતો. પરંતુ એક પ્રયોગ અંતર્ગત તે રસ્તાને સંપૂર્ણપણે સ્ટીલ વેસ્ટમાંથી તૈયાર કરવામાં આવ્યો છે. હવે દરરોજ ૧૦૦૦થી પણ વધારે ટ્રક ૧૮થી ૩૦ ટન વજન લઈને પસાર થાય છે પરંતુ રસ્તો બિલકુલ એ જ સ્થિતિમાં રહ્યો છે.

આ પ્રયોગ બાદ દેશના હાઈવે અને અન્ય રસ્તાઓ પણ સ્ટીલના કચરામાંથી બનાવવામાં આવશે કારણ કે, તેનાથી બનેલા રસ્તાઓ ખૂબ જ મજબૂત હોય છે અને ખર્ચો પણ આશરે ૩૦% ઓછો થાય છે. સીઆરઆરઆઈના કહેવા પ્રમાણે સ્ટીલના વેસ્ટમાંથી બનેલા રોડની જાડાઈમાં પણ ૩૦% જેટલો ઘટાડો થયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *