વિશેષ ટ્રેનમાં સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર અને જનરલ કોચ સામેલ હશે. આ ટ્રેન તેની મુસાફરી દરમિયાન બંને દિશામાં ભાવનગર પરા, સોનગઢ, ધોળા, બોટાદ, સુરેન્દ્રનગર ગેટ, અમદાવાદ, વડોદરા, સુરત, વાપી અને બોરીવલી સ્ટેશનો પર ઉભી રહેશે.
ઉનાળાના વેકેશન દરમિયાન ટ્રેનોના ધસારાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે ભાવનગર ટર્મિનસ અને બાંદ્રા ટર્મિનસ વચ્ચે ‘સાપ્તાહિક સમર સ્પેશિયલ ટ્રેન’ દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ સ્પેશિયલ ટ્રેન વિશેષ ભાડા સાથે કુલ ૧૪ ટ્રીપ સાથે ચાલશે. આ ટ્રેનના જનરલ કોચમાં મુસાફરી કરતા મુસાફરોની સુવિધા માટે અનરિઝર્વ્ડ ટિકિટ આપવામાં આવશે. ભાવનગર , બાંદ્રા સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન ૧૪/૦૪/૨૦૨૨, થી ૨૬/૦૫/૨૦૨૨ સુધી દર ગુરુવારે ભાવનગર ટર્મિનસ સ્ટેશનથી ૧૪:૫૦ કલાકે ઉપડશે અને બીજા દિવસે સવારે ૦૬:૦૦ કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. એ જ રીતે બાંદ્રા , ભાવનગર સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન ૧૫/૦૪/૨૦૨૨ થી ૨૭/૦૫/૨૦૨૨ સુધી દર શુક્રવારે બાંદ્રા ટર્મિનસ સ્ટેશનથી સવારે ૦૯:૦૦ કલાકે ઉપડશે અને તે જ દિવસે રાત્રે ૨૩:૪૫ કલાકે ભાવનગર ટર્મિનસ પહોંચશે.
વિશેષ ટ્રેનમાં સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર અને જનરલ કોચ સામેલ હશે. આ ટ્રેન તેની મુસાફરી દરમિયાન બંને દિશામાં ભાવનગર પરા, સોનગઢ, ધોળા, બોટાદ, સુરેન્દ્રનગર ગેટ, અમદાવાદ, વડોદરા, સુરત, વાપી અને બોરીવલી સ્ટેશનો પર ઉભી રહેશે.
વિશેષ ટ્રેન માટે ટિકિટનું બુકિંગ ૦૧/૦૪/૨૦૨૨ થી નામિત PRS કાઉન્ટર્સ અને IRCTC ની વેબસાઇટ પર શરૂ થશે. આ ટ્રેનના પરિચાલન સમય, સ્ટોપેજ અને સંરચનાને લગતી વિગતવાર માહિતી માટે મુસાફરો રેલવે ની વેબસાઇટ પર જોઈ શકાશે. પ્રવાસ દરમિયાન મુસાફરોને COVID-૧૯ પ્રોટોકોલનું પાલન કરવા વિનંતી કરવામાં આવે છે.

મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવેએ ભાવનગર ડિવિઝનની કેટલીક ટ્રેનોની સંરચનામાં ફેરફાર કર્યા છે. મહુવા-બાંદ્રા સુપરફાસ્ટ ટ્રેનમાં પેન્ટ્રીકાર અને અન્ય ૦૩ જોડી ટ્રેનોમાં વધારાનો કોચ કાયમી ધોરણે લાગશે. આ તમામ ટ્રેનોનું સંરચના જૂન ૨૦૨૨માં પણ બદલવામાં આવશે.