“ધ કાશ્મીર ફાઈલ્સ” ફિલ્મને લઈને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ નિવેદનના કારણે તેમના ઘર પર હુમલો થયો છે.
દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાનુ કહેવુ છે કે, કેટલાક અસામાજિક તત્વોએ કેજરીવાલના ઘરના સીસીટીવી કેમેરા અને સિક્યુરિટી માટે લગાવેલી બેરિકેડ તોડી નાંખી છે. આ સિવાય ગેટ પરના બેરિયરનીપ ણ તોડફોડ કરવામાં આવી છે. તેમણે આરોપ મુક્યો હતો કે, આ તોડફોડ ભાજપના જ ગુંડાઓએ કરી છે અને પોલીસ જ તેમને કેજરીવાલના ઘર સુધી લઈ આવી છે.
પોલીસના કહેવા પ્રમાણે ભાજપના યુવા મોરચાના ૧૦૦ કરતા વધારે કાર્યકરોએ સવારે સાડા અગિયાર વાગ્યે સીએમના ઘરની બહાર વિરોધ પ્રદર્શન શરૂ કર્યુ હતુ. આ વિરોધ કેજરીવાલે “ધ કાશ્મીર ફાઈલ્સ” ફિલ્મને લઈને આપેલા નિવેદન સામે હતુ અને બપોરે એક વાગ્યે કેટલાક દેખાવકારો બેરિકેડ તોડીને સીએમના ઘરની બહાર સુધી પહોંચી ગયા હતા. ત્યાં તેમણે ઘર પર પેઈન્ટ ફેંક્યો હતો અને સીસીટીવી કેમેરા પણ તોડી નાંખ્યા હતા.
પોલીસે ૭૦ લોકોની આ મામલામાં અટકાયત કરી છે. ભાજપનો આરોપ છે કે, કેજરીવાલે કાશ્મીરી પંડિતોના નરસંહારની મજકા ઉડાવી છે.