આજે PAN CARD ને AADHAAR સાથે લિંક નહિ કરો તો ઘણું નુકસાન થશે

૩૧ માર્ચ, ૨૦૨૨ સુધીમાં પાનને આધાર સાથે ન જોડનારા કરદાતાઓને ૧૦૦૦ રૃપિયા સુધીનો દંડ ભરવો પડશે તેમ આવકવેરા વિભેાગે એક નિવેદનમાં જણાવ્યું છે. જો કે આઇટીઆર ફાઇલ કરવા, રિફંડ મેળવવા અને આઇટીના અન્ય કાર્યો માટે આ પાન માર્ચ, ૨૦૨૩ સુધી ચાલુ રહેશે અને ત્યારબાદ આધાર સાથે નહીં જોડાયેલ પાન નિષ્ક્રિય બની જશે.

પાન કાર્ડને આધાર સાથે લિંક કરવું ફરજિયાત છે. સરકારે સ્પષ્ટતા કરી છે કે જો આ બે મહત્વના દસ્તાવેજો લિંક નહીં હોય તો PAN કાર્ડ નિષ્ક્રિય અથવા નકામું થઈ જશે. સરકારે 31 માર્ચ, 2022ની સમયમર્યાદા નક્કી કરી છે.

ઉલ્લેખનીય છે કે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ(સીબીડીટી)એ પાન સાથે આધાર લિંક કરવા માટેની અંતિમ તારીખમાં અનેક વખત વધારો કર્યો છે. હવે છેલ્લી તારીખ ૩૧ માર્ચ, ૨૦૨૨ રાખવામાં આવી છે.

સીબીડીટી દ્વારા જારી કરાયેલા સર્ક્યુલર અનુસાર માર્ચ, ૨૦૨૩ પછી આધાર સાથે લિંક  ન થયેલ પાન નિષ્ક્રિય બની જશે. ૩૦ જૂન, ૨૦૨૨ સુધીમાં પાન સાથે આધાર જોડનાર કરદાતાઓને ૫૦૦ રૃપિયાની લેઇટ ફી ભરવી પડશે. ત્યારબાદ પાન સાથે આદાર લિંક કરનારને ૧૦૦૦ રૃપિયાની લેઇટ ફી ભરવી પડશે.

૨૪ જાન્યુઅઆરી, ૨૦૨૨ સુધીના આંકડા મુજબ ૪૩.૩૪ કરોડથી વધુ પાન આધાર સાથે લિંક કરી દેવામાં આવ્યા છે. દેશમાં અત્યાર સુધીમાં ૧૩૧ કરોડ આધાર કાર્ડ ઇશ્યુ કરવામાં આવ્યા છે. પાન સાથે આધાર લિંક  કરવાથી ટેક્સ ચોરી અને નકલી પાનનું દૂષણ અટકાવી શકાય છે.

નિષ્ણાતોએ કરદાતાઓને આવકવેરા વિભાગના પોર્ટલ પર જઇ તેમનો પાન આધાર સાથે લિંક છે કે નહીં તે ચેક કરી લેવું જોઇએ.

નિષ્ણાતોએ વધુમાં જણાવ્યું છે કે એક વખત પાન નિષ્ક્રિય બની જશે તો કેટલાક નાણાકીય વ્યવહારો કરી શકાશે નહીં.

પાન કાર્ડ અને આધાર કાર્ડને કેવી રીતે લિંક કરવું

  • PAN અને AADHAAR કાર્ડને લિંક કરવા માટે, સૌથી પહેલા ઈન્કમ ટેક્સની ઓફિશિયલ વેબસાઈટ https://www.incometaxindiaefiling.gov.in/home પર ક્લિક કરો.
  • અહીં તમને Link Aadhaarનો વિકલ્પ દેખાશે જે તમે પસંદ કરો છો.
  • આગળના પેજ પર તમારે આધારમાં દાખલ કરેલ નામ ભરવાનું રહેશે.
  • જો તમારી પાસે આધારમાં જન્મનું વર્ષ જ છે તો I have only year of birth in aadhaar card પસંદ કરો.
  • ત્યારબાદ કેપ્ચા  કોડ દાખલ કરો અને રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર આવો અને OTP દાખલ કરો.
  • આ પછી તમે સબમિટ કરતાં જ તમારું આધાર અને પાન કાર્ડ લિંક થઈ જશે.
  • આ પછી તમે તમારી SBI બેંકિંગ સેવાઓનો લાભ લેવાનું ચાલુ રાખી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *