એટીએસએ રાજસ્થાનમાં જયપુર અને ઉદયપુર ને ખંખોળવા માટે રચેલ ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું છે. પોલીસે ત્રણ શંકાસ્પદ આરોપીઓની ધરપકડ કરી છે. તેમની પાસેથી બોમ્બ બનાવવાની સામગ્રી અને ૮ થી ૧૦ કિલો આરડીએક્સ ઝડપાયું છે.
ચિત્તોડગઢના નિમ્બાહેડામાં પોલીસે બુધવારે મધ્યપ્રદેશના રતલામમાંથી ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી. તેમની કારમાંથી બોમ્બ બનાવવાની સામગ્રી, ટાઈમર અને આરડીએક્સ મળી આવ્યુ હતું. આ આરોપીઓ નિમ્બાહેડામાં બોમ્બ બનાવીને બીજી ગેંગને આપવાના હતા, જેનાથી જયપુરમાં ત્રણ જગ્યાએ બ્લાસ્ટ કરી શકાય.
એટીએસ ટીમએ નિમ્બાહેડામાં મોડી સાંજે પહોંચી હતી. આરોપીઓ કોઈ ને કોઈ આતંકવાદી સંગઠન સાથે જોડાયેલા હોવાની પોલીસ અને એટીએસને શંકા છે. ત્રણેયની પાસે એમપી નંબરપ્લેની કાર હતી. ત્રણેય આરોપીઓની પૂછપરછ ચાલુ છે અને હજી પોલીસે તેમના નામોનો ખુલાસો કર્યો નથી. સૂત્રોએ જણાવ્યું કે તેમણે કોઈક આતંકવાદી સંગઠનનું નામ પણ આપ્યું છે, જેનો અધિકારીઓ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો નથી.
