પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને આજે રાષ્ટ્રીય સુરક્ષા સમિતિની બેઠક બોલાવી હતી. રાષ્ટ્રીય સુરક્ષા સમિતિએ સુરક્ષા મુદ્દાઓ પર ચર્ચા માટેનું સર્વોચ્ચ મંચ છે. તેમની ગઠબંધન સરકારને ટેકો આપનાર મુખ્ય સહયોગી વિપક્ષમાં સામેલ થયાના એક દિવસ પહેલા ઈમરાને આ બેઠક બોલાવી છે. આ રીતે હવે ઈમરાન ખાન સંસદમાં બહુમત ગુમાવતા જોવા મળી રહ્યા છે. વિપક્ષે ઈમરાન ખાનની સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. આ પછી તેમની ખુરશી ગુમાવવાનું જોખમ વધી ગયું છે. ઈમરાન પણ પોતાની સરકાર બચાવવા માટે સંઘર્ષ કરવા લાગ્યા છે.
સૂચના મંત્રી ફવાદ ચૌધરીએ ટ્વીટ કર્યું, ષ્ટ્રીય સુરક્ષા સમિતિની બેઠક વડાપ્રધાનના નિવાસસ્થાને યોજાશે. ષ્ટ્રીય સુરક્ષા સમિતિનું નેતૃત્વ વડાપ્રધાન કરે છે અને તેમાં સર્વિસ ચીફ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો અને ટોચના ગુપ્તચર અધિકારીઓનો સમાવેશ થાય છે. આ બેઠકનું આયોજન એવા સમયે કરવામાં આવી રહ્યું છે જ્યારે એક દિવસ પહેલા પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને તેમના કેબિનેટ સભ્યો સાથે એક પત્ર શેર કર્યો હતો.
આ પત્ર અંગે ઈમરાને કહ્યું હતું કે તેમની સરકારને તોડવા માટે ‘વિદેશી ષડયંત્ર’ રચવામાં આવી રહ્યું છે. ઈમરાનના બે મુખ્ય સહયોગી ‘મુત્તાહિદા કૌમી મૂવમેન્ટ પાકિસ્તાન’ અને બલૂચિસ્તાન અવામી પાર્ટીએ ઇમરાને બોલાવેલી બેઠકમાં ભાગ લીધો ન હતો.
