ગુજરાત: સુરત શહેરમાં વિવિધ જિલ્લાઓમાં અઠવાડિયે એક દિવસ રહેશે વીજ કાપ

સુરત શહેરમાં દર રવિવારે ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં વીજકાપની જાહેરાત કરવામાં આવી છે. તેના કારણે વિંવીંગ, યાર્ન, પ્રોસેસિંગ ડાઈંગ, ટેકસ્યુરાઈઝર્સ, સ્પિનર્સ, નીટીંગના ઉદ્યોગોને સૌથી વધુ અસર થવાની શક્યતા છે. પાવર કાપને લીધે સુરતમાં બનતા ૪ કરોડ મીટર કાપડનું ઉત્પાદન અટકી જશે. જયારે એક મહિનામાં માત્ર ચાર રવિવારની જ ગણતરી કરવામાં આવે તો ૧૬ કરોડ કાપડ મીટરનું ઉત્પાદન થશે નહી. આ ઉપરાંત કારીગરોને રોજે રોજ ચુકવવામાં આવતા પગાર સીધી અસર પડશે. જેથી ઉદ્યોગકારોને કરોડો રૂપિયાના નુકસાનની ચિંતા અત્યાર જ સતાવી રહી છે.

રાજ્યમાં વીજળીનો મુદ્દો ગરમાયો છે. રાજ્યના ખેડૂતો ઓછી વીજળી મળવાના કારણે વિરોધ કરી રહ્યાા છે. બીજી તરફ ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ ખેડૂતો સુધી વધુ વીજળી પહોંચે તે માટે સામાન્ય જનતાને વીજ વપરાશ બને તેટલો ઓછો કરવાની અપીલ કરી છે. તો આ તરફ ગુજરાતમાં વીજળીના શોર્ટ સપ્લાયને કારણે ગુજરાત સરકારની વીજ કંપનીઓએ ગુજરાતના જુદાં જુદાં જિલ્લાઓમાં અઠવાડિયે એક દિવસ માટે વીજ કાપ આપવાની જાહેરાત કરી દીધી છે. જેમાં સુરતના ઔદ્યોગિક એકમોમાં રવિવારના રોજ વીજળી કાપ રાખવામાં આવ્યો છે. ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ દ્વારા આ બાબતે એક પરિપત્ર પણ કરી દેવામાં આવ્યો છે.

સુરતમાં સચિન જીઆઈડીસી, પાંડેસરા જીઆઈડીસી, કતારગામ જીઆઈડીસી, અંજની ઈન્ડસ્ટ્રીયલ, પીપોદરા જીઆઈડીસી સહિતના વિસ્તારોમાં અનેક એકમોમાં અલગ અલગ શિફ્ટમાં ૨૪ કલાક કામ ચાલતું હોય છે. પરંતુ રવિવારે સુરતના એકમોમાં વીજળી કાપ રાખવામાં આવ્યો હોવાથી સુરતના ઉદ્યોગકારોને કરોડો રૂપિયાનું નુકસાન જશે. વીજળી કાપના કારણે સુરતમાં એક મહિનામાં 15 કરોડ મીટર ઓછા કાપડનું ઉત્પાદન થશે.

સુરત શહેરમાં મોટાભાગના વીવિંગ એકમો ૨૪ કલાક ચાલે છે. જેમાં વીવિંગ યુનિટો, પ્રોસેસિંગ-પ્રિન્ટિંગ મિલો, યાર્ન ટેક્ષ્યુરાઈઝ એકમો, એમ્બ્રોઈડરી એકમો, નીટિંગ, વોર્ફ નિટિંગ, સર્કુયલર એકમો ૨૪ કલાક ચાલે છે. અઠવાડિયામાં એક દિવસ વીજકાપથી સંચાલકોને કરોડોનો ફટકો પડશે. ફોગવાના પ્રમુખ અશોક જીરાવાલાએ જણાવ્યું હતુ કે ‘એકમો ૨૪ કલાક ચાલે છે. એક દિવસના વીજકાપથી તમામ એકમોને નુકસાન જશે. કારીગરોને પગાર પણ આપવાનો હોય છે, જેથી આ નુકસાન ઉદ્યોગકારોને પોષાય તેવુ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *