ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચની પુણે સ્થિત પ્રયોગશાળા નેશનલ એઇડ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ એ દાવો કર્યો છે કે ભારત આગામી બે વર્ષમાં ટીબી રોગ સામે રસી વિકસાવશે. આ રસીની સલામતીને લઈને ત્રીજા તબક્કાના ટ્રાયલ શરૂ થઈ ગયા છે, જે ૨૦૨૪ સુધીમાં પૂર્ણ થઈ જશે. એન.એ.આર.આઈના વૈજ્ઞાનિક ડૉક્ટર સુચિત કાંબલેએ માહિતી આપી હતી કે પલ્મોનરી ટીબીના દર્દીઓમાંથી તંદુરસ્ત વ્યક્તિઓમાં ટ્યુબરક્યુલોસિસના સંક્રમણને રોકવાના પ્રયાસો ચાલુ છે.
બે ટીબી રસીઓ વિપીએમ૧૦૦૨ અને ઇમ્યુનોવેકની અસરકારકતા અને સલામતીનું પરીક્ષણ કરવા માટે ટ્રાયલ ચાલી રહી છે. મહારાષ્ટ્ર, દિલ્હી, તેલંગાણા, તમિલનાડુ, કર્ણાટક અને ઓડિશાના છ રાજ્યોના ૧૮ શહેરોમાં આ ટ્રાયલ ચાલી રહી છે.
છ વર્ષ અને તેથી વધુ ઉંમરના ૧૨,૦૦૦ લોકોની નોંધણી પૂર્ણ થઈ ગઈ છે. હવે આ કામ ૨૦૨૪ સુધીમાં પૂર્ણ થશે. મહારાષ્ટ્રમાં કુલ ૧,૫૯૩ લોકોએ પરીક્ષણ માટે નોંધણી પૂર્ણ કરી છે. આ લોકો પર ૩૮ મહિના સુધી નિયમિત અંતરાલ પર નજર રાખવામાં આવી રહી છે. છેલ્લી ફોલો-અપ ટ્રાયલ પુણેમાં ૨૦૨૪ સુધીમાં પૂર્ણ થવાની સંભાવના છે.