રાજ્યસભામાં હવે ૧૭ રાજ્યોમાંથી કોંગ્રેસના એક પણ સાંસદ નહી

પાંચ રાજ્ય વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર બાદ હવે રાજ્યસભામાં પણ કોંગ્રેસ માટે સંકટની સ્થિતિ સર્જાઈ છે. રાજ્યસભામાં કોંગ્રેસની હાલત દેશના અન્ય રાજ્યોની વિધાનસભા જેવી થઈ રહી છે.

રાજ્યસભાની આગામી ચૂંટણી બાદ ઉપલા ગૃહમાં કોંગ્રેસની સંખ્યા ઘટી જશે. તેનાથી પણ વધુ ચિંતાજનક બાબત એ છે કે કોંગ્રેસનો ભૌગોલિક ગ્રાફ પણ હવે સંકોચાઈ રહ્યો છે. દેશના ૧૭ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી રાજ્યસભામાં કોંગ્રેસનો હવે કોઈ પ્રતિનિધિ નહીં હોય.

 

માર્ચના અંતમાં રાજ્યસભામાં કોંગ્રેસના ૩૩ સાંસદો હતા. એ.કે.એન્ટની સહિત ચાર સભ્યો નિવૃત્ત થયા છે. જ્યારે, વધુ ૯ સભ્યોનો કાર્યકાળ જૂન અને જુલાઈમાં સમાપ્ત થશે. નિવૃત્ત થનારાઓમાં પી ચિદમ્બરમ, અંબિકા સોની, જયરામ રમેશ અને કપિલ સિબ્બલનો પણ સમાવેશ થાય છે. ચૂંટણી બાદ રાજ્યસભામાં કોંગ્રેસનું સંખ્યાબળ ઘટીને વધુમાં વધુ ૩૦ સભ્યો થઈ જશે.

તામિલનાડુમાંથી રાજ્યસભાની ૬ બેઠકોમાંથી કોંગ્રેસને એક બેઠક આપશે તેવી અપેક્ષા છે. આ પછી રાજ્યસભામાં તેની સંખ્યા વધીને ૩૧ થઈ જશે. જોકે, પાર્ટી પાસે ઉત્તર પ્રદેશ, આંધ્ર પ્રદેશ, પંજાબ, તેલંગાણા, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઓડિશા, દિલ્હી અને ગોવાના કોઈ સાંસદ નહીં હોય.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *