અમદાવાદ શહેર ક્રાઇમબ્રાન્ચે પોલિસની નોકરી અપાવવાના નામે કરોડોની છેતરપિંડી કરનાર ઝડપિયા

અમદાવાદ શહેર ક્રાઇમબ્રાન્ચે સરકારી ભરતીઓમાં ભરતી કરાવવાના નામે કરોડો રૂપિયા પડાવનાર ૩ આરોપીઓની ધરપકડ કરી છે. આ આરોપીઓ વિવિધ ઉમેદવારો પાસેથી ૧.૫ લાખથી લઈને ૧૦ લાખ રૂપિયા નોકરી અપાવવાના નામે ૩.૨૫ કરોડ રૂપિયા ખંખેર્યા હોવાનું સામે આવ્યું છે.

આરોપીઓએ ગુજરાત સરકાર દ્વારા યોજાઇ રહેલી સરકારી નોકરીઓમાં ભરતી અંગે ઉમેદવારો પાસેથી નોકરી આપવાની લાલચે મોટી રકમની ઉઘરાણી કરી હતી.  આ ગેંગના મુખ્ય સુત્રધાર સહિત ૩ આરોપીઓની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી હતી. આ ઇસમોએ ગુજરાત, રાજસ્થાન તથા ઉત્તરપ્રદેશના ઉમેદવારો પાસેથી રુપિયા પડાવ્યા હતા.
આરોપી હરીશ પ્રજાપતિએ ઉમેદવારોને ગુમરાહ કરવા માટે દહેગામમાં પોલીસ એકેડમી જેવી જ આબેહૂબ એકેડમી તૈયાર કરી હતી. જેમાં ઉમેદવારોને શારીરિક ટ્રેનિગ પણ આપવામાં આવતી હતી. આરોપી હરીશના સાગરીતો ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનમાં કાર્યરત હતા જ્યાં સરકારી નોકરી મેળવવા ઇચ્છતા યુવકોનો સંપર્ક કરીને તેમને દહેગામ સ્થિત હરીશની એકેડમીમાં મોકલતા હતા. અમદાવાદ ક્રાઇમબ્રાન્ચને એકેડમીમાં તપાસ કરતા ૮૧ ડોક્યુમેન્ટ મળી આવ્યા છે. જેમાંથી ૬૦ ઉમેદવાર રાજસ્થાન અને ૪ ઉમેદવાર ઉત્તરપ્રદેશ ના છે, આ ઉમેદવારો ગુજરાતમાં ન રહેતા હોવા છતાં તેમના સરકારી ભરતી માટેના ફોર્મ ગુજરાતના એડ્રેસથી ખોટા ભરવામાં આવ્યા હતા. સાથે જ તપાસમાં અમદાવાદ ક્રાઇમબ્રાન્ચને હરીશ પાસેથી પી.એસ.આઈ ની વર્ધિ તેમજ પી.એસ.આઈ નું ડુપ્લીકેટ આઈકાર્ડ પણ મળી આવ્યું છે જેનો ઉપયોગ આરોપી દ્વારા ઉમેદવારો સામે રૌફ જમાવવા કરાતો હોવાનું માનવામાં આવી રહ્યું છે.
ગુજરાત સરકારની અલગ અલગ ભરતીઓના ૮૧ ફોર્મ મળ્યા હતા, જેમાંથી રાજસ્થાન ૬૦, ઉત્તર પ્રદેશ ૪, તથા ગુજરાત રાજ્યનાં ૧૭ ફોર્મ મળી આવ્યા છે. તેમાંથી ૮૧ જેટલાં ઉમેદવારો પાસેથી રૂ ૨૪,૯૦,૦૦૦ જેટલ રકમ મેળવીને વિશ્વાસઘાત કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *