આજે આમ આદમી પાર્ટી યુથ વિંગના પ્રમુખ પ્રવીણ રામ દ્વારા પ્રેસ કોન્ફરન્સ સંબોધવામાં આવી. જેમાં ગુજરાતના યુવાનો માટે હરહંમેશ અવાજ ઉઠાવનાર અને યુવાનો નો અવાજ બુલંદ કરનાર એવા આમ આદમી પાર્ટી ના પ્રદેશ ઉપાદયક્ષ યુવરાજસિંહ જાડેજા ઉપર ગઈકાલે ગાંધીનગર ખાતે ગંભીર કલમો લગાડીને ગુજરાત ના યુવાનોના અવાજ ને દબાવાનો પ્રયાસ થયો છે, નિદંનીય અને વખોડવા લાયક છે.
છેલ્લા ગણા સમયથી યુવરાજસિંહ ને દબવાવાવનો, ચીડવવાનો એમના ટ્વિટ્ટર એકાઉન્ટ હેક કરવાનો એમના રહેણાંક સ્થળે પરેશાની ઉભી કરીને ઘર ખાલી કરવાનું દબાણ કરવામાં આવ્યું છે. ગતરોજ વિદ્યાસહાયકના સમર્થનમાં જયારે યુવરાજસિંહ પહોંચ્યા ત્યારે એમના પર ખોટી રીતે ગેરરીતિ આચરીને અને ખોટી ૩૦૭ અને ૩૩૨ જેવી ગંભીર ખોટી કલમ લગાવીને જેલ ના પાછળ ધકેલી દેવાનું રાજકીય કાવતરું રચવામાં આવ્યું છે.
એલારડીના કૌભાંડો બહાર ના આવે એવી સરકારની અગાઉથી તૈયારી થઇ રહી છે અને યુવરાજ સિંહને જેલના સળીયા પાછળ ધકેલવામાં આવ્યા છે. અમારે સરકાર ને કેહવું છે અને વિનંતી કરવી છે કે આવી રીતે ખોટી કલમ લગાવીને ગુજરાત ના યુવાનો નો અવાજ દબાવાનો પ્રયાસ ના કરો.
આજે હૂં ગુજરાત ના હરએક યુવાનો ને વિશ્વાશ આપવા માંગીશ કે અગર કોઈ પણ ગેરીરીતી થઇ હશે અને અમને તમે પુરાવા સાથે જણાવશો તો કૌભાંડીઓ ને ખુલ્લા પાડવામાં એમના પર કાયદેસર ની કાર્યવાહી કરવામાં અને જ્યાં સુધી પ્રાણ છે ત્યાં સુધી લડી લેવા માટે કટિબદ્ધ છીએ અને આગામી એલારડી ની ભરતી માં કૌભાંડ થઇ શકે છે એટલે આમ આદમી પાર્ટી દ્વારા એક હેલ્પલાઇન નંબર ની જાહેરાત કરવામાં આવે છે , ક્યાંય પણ ગેરીરીતી જણાય તો જાણ કરવી હેલ્પલાઇન નંબર: ૯૯૯૮૨૦૩૫૩૬ પર પુરાવા સાથે અમોને જાણ કરવા વિનંતી – પ્રવીણ રામ
યુવરાજસિંહ સામે પોલીસ પર ગાડી ચડાવી દેવાના પ્રયાસ કરવાનો અને વિદ્યા સહાયકોને ઉશ્કેરવાનો આરોપ છે. પોલીસે યુવરાજસિંહ સામે કલમ ૩૨૨ અને કલમ ૩૦૭ મુજબ ગુનો દાખલ કર્યો છે.
ગાંધીનગરના રેન્જ આઈજી અભય ચુડાસમા:
પોલીસે યુવરાજસિંહના મોબાઈલ જપ્ત કરીને એફએસએલ માં મોકલી આપવાની કાર્યવાહી હાથ ધરી છે. એફએસએલ ના રિપોર્ટમાં જો કંઈ વાંધાજનક નીકળશે તો તે મુજબ કાર્યવાહી કરવામાં આવશે. ગાંધીનગરના રેન્જ આઈજી અભય ચુડાસમાએ કહ્યું કે, ગઈકાલે નિયમોનો ભંગ અને મંજૂરી ન હોવાથી આંદોલન કરી રહેલા વિદ્યા સહાયકોની અટકાયત કરાઈ હતી. તેમને પોલીસ હેડ ક્વાર્ટર લઈ જવાયા હતા. જ્યાં યુવરાજસિંહ પણ પહોંચ્યા હતા.આ દરમિયાન પોલીસ અને યુવરાજસિંહ વચ્ચે ઝપાઝપી થઈ હતી. આ દરમિયાન વધુ પોલીસ આવતાં યુવરાજસિંહ કારમાં બેસી ગયા હતા અને પોલીસ કોન્સ્ટેબલ પર ગાડી ચડાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. જો ગાડી ન રોકાઈ હોત તો કોન્સ્ટેબલને ઈજા કે મૃત્યુ થવાની સંભાવના હતી.