હિંમતનગરમાં ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષની ઉપસ્તિીમાં ત્રણ અલગ અલગ કાર્યક્રમ યોજાયા હતા. જેમાં કાર્યકર્તા સંમેલન દરમિયાન તેઓએ ભાજપ સંગઠન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ દરમિયાન કાર્યકર્તાઓને સંબોધવા સાથે કોંગ્રેસી કાર્યકરો અને સ્થાનિક પાટીદાર અને રાજપૂત સમાજના અગ્રણીઓને ભાજપમાં જોડવામાં આવ્યા હતા. ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલે કાર્યકર્તા સંમેલનમાં ૫૧ પક્ષમાં જોડાનારા આગેવાનોને આવકારતા કેસરી ટોપી અને ખેસ પહેરાવ્યો હતો.
પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલે સવાર થી બપોર સુધી ત્રણ જેટલા કાર્યક્રમો યોજાયા હતા. જેમાં પહેલા સંગઠન દિવસને લઈ કાર્યકર્તાઓને સંબધોન કરવામાં આવ્યુ હતુ. ત્યાર બાદ પ્રદેશ કોંગ્રેસની મંત્રી અને જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ગોપાલસિંહ રાઠોડને ભાજપમાં જોડવામાં આવ્યા હતા. આ સાથે શહેરના અગ્રણી વકીલ અને પાટીદાર સમાજના અગ્રણીઓને પણ ભાજપનો કેસ પહેરાવી જોડવામાં આવ્યા હતા. ૫૧ જેટલા આગેવાનો સાથે ગોપાલસિંહે કેસરીયો ધારણ કર્યો હતો. આ ઉપરાંત રાજપૂત સમાજના યુવા અગ્રણી ભૃગવેન્દ્રસિંહ કુંપાવત પણ પોતાની સાથે યુવા ચહેરાઓને લઈને જોડાયા હતા. તેઓએ ભાજપનો ખેસ પહેરીની ભાજપની ટીમમાં જોડાણ કર્યુ હતુ. આ ઉપરાંત પાટીલે દિવ્યાંગ સન્માન સમારોહમાં હાજરી આપી હતી. પાટીલની સાથે ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી જોડાયા હતા. જિલ્લા ભાજપ પ્રમુખ જેડી પટેલ અને મહામંત્રી વિજય પંડ્યા સહિત ધારાસભ્ય હિતુ કનોડીયા પણ આ પ્રસંગે જોડાયા હતા.
પાટીદારોને ભાજપમાં જોડવામાં આવી રહ્યા છે, તે મુજબ ફરી એકવાર હિંમતનગર બેઠક પર સામાજીક ગણિત ગણાવવા લાગ્યુ છે. જે ગણિત સાચવવામાં ભાજપ હંમેશા આગળ રહ્યુ છે. અરવલ્લી અને સાબરકાંઠા બંને જિલ્લામાં હિંમતનગર એક જ બેઠક પાટીદારોને મોટે ભાગે ફાળે રહેતી હોય છે. આ બેઠક પર પાટીદારોનુ વર્ચસ્વ રહ્યુ છે. અહીં પાટીદારો અને ક્ષત્રિય, ઠાકોર મત વિજયી ગણિતના આંકડા રહેલા છે. આમ પાટીદારોના અગ્રણી ચહેરાઓને ભાજપે ચુંટણી પહેલા જ પોતાની સાથે કરી લીધા છે. તો બીજી તરફ રાજપૂત સમાજના યુવા આગેવાનોને પણ ભાજપે જોડ્યા છે. આમ ચુંટણી પહેલા જ ભાજપે પોતાનો દાવ ખેલી લેવા માટે પ્રયાસ કરી લીધો છે.