
મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં કોરોનાના લગતા તમામ નિયંત્રણો હટાવી લેવામાં આવ્યા છે. દેશભરના લોકોને પણ કોરોનાના નિયંત્રણોમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. દેશમાં કોરોના નિયંત્રણમાં આવી રહ્યો હોવાને કારણે કેન્દ્ર સરકારની સૂચનાને પગલે રાજ્ય સરકારોએ નિયંત્રણો હટાવ્યા છે. આવા સમયે ફરી એક મોટો ખતરો સામે આવ્યો છે. ભારતમાં કોરોનાના નવા પ્રકારોના પ્રથમ બે કેસ નોંધાયા છે. મુંબઈમાં કોરોનાના નવા વેરિઅન્ટ XE અને ‘Kapa’ ના કેસ મળી આવ્યા છે.

કોવિડ વાયરસ જિનેટિક ફોર્મ્યુલા હેઠળ હાથ ધરવામાં આવેલી ૧૧મી તપાસમાં આ ૨ નવા કેસ સામે આવ્યા છે. તેમજ મુંબઈમાં કોરોના પોઝિટિવ જોવા મળતા ૯૯.૧૩% કેસ ઓમિક્રોનથી સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે.

૨૩૦ સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ તપાસના રિપોર્ટમાં ૨૨૮ દર્દીઓ ઓમિક્રોનથી સંક્રમિત જણાયા હતા. બાકીના બેમાંથી એક દર્દી કોરોનાના નવા સબ વેરિઅન્ટ ‘Kapa’ અને બીજો દર્દી ‘XE’ થી સંક્રમિત જોવા મળ્યો હતો.