મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપે કહ્યું છે કે આરોગ્ય વિભાગ ‘XE’ વેરિઅન્ટ પર કોઈ પુષ્ટિ કરી શક્યું નથી. કારણ કે હજુ સુધી NIB ( જૈવિક રાષ્ટ્રીય સંસ્થા ) નો રિપોર્ટ નથી. જનતાને અપીલ કરતા આરોગ્ય મંત્રીએ કહ્યું કે આ અંગે ગભરાવાની જરૂર નથી. સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ કહ્યું કે અત્યાર સુધી મળેલી માહિતી મુજબ કોવિડનું ‘XE’ પ્રકાર ઓમિક્રોન વેરિઅન્ટ કરતા ૧૦% વધુ ચેપી છે. વધુમાં તેણે કહ્યું કે રિપોર્ટ આવ્યા બાદ જ અમે તેના વિશે વિગતવાર વાત કરીશું.ઉલ્લેખનીય છે કે, બુધવારે ઓમિક્રોન વેરિઅન્ટના સબ XE વેરિઅન્ટનો પહેલો કેસ મુંબઈમાં જોવા મળ્યો છે. એવું પણ કહેવામાં આવ્યું હતું કે સંક્રમિત વ્યક્તિની હાલત નાજુક નથી.
વેરિઅન્ટના લક્ષણોમાં તાવ, ગળામાં દુખાવો, ઉધરસ અને શરદી, ચામડીમાં બળતરા, પેટમાં અસ્વસ્થતા વગેરેનો સમાવેશ થાય છે. વિશ્વભરમાં અત્યાર સુધીમાં આ નવા વેરિઅન્ટના માત્ર ૬૦૦ કેસ સામે આવ્યા છે. ઉપરાંત XE વેરિઅન્ટ વધુ ગંભીર હોવાના હજુ સુધી કોઈ પુરાવા નથી. તે ઓમિક્રોનના તમામ પ્રકારોથી બનેલું છે. જો કે ઓમિક્રોનની સ્થિતિ બહુ ગંભીર જોવા મળી નહોતી.