નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સહિત વિપક્ષના નેતાઓ સાથે મુલાકાત કરી

સંસદનું બજેટ સત્ર સમાપ્ત પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સહિત વિપક્ષના નેતાઓ સાથે મુલાકાત કરી હતી.

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી ઉપરાંત પીએમ જે નેતાઓને મળ્યા તેમાં સપાના સ્થાપક મુલાયમ સિંહ, ટીઆર બાલુ, ફારૂક અબ્દુલ્લા, અધીર રંજન ચૌધરી વગેરેનો સમાવેશ થાય છે. તમને જણાવી દઈએ કે, સંસદના બજેટ સત્ર માટે લોકસભાની કાર્યવાહી ગુરુવારે અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવામાં આવી હતી. બજેટ સત્રની બેઠક નિર્ધારિત કાર્યક્રમના એક દિવસ પહેલા જ મુલતવી રાખવામાં આવી હતી.

લોકસભા સ્પીકર ઓમ બિરલાએ કહ્યું પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ મુજબ બેઠક ૮ એપ્રિલ સુધી ચાલુ રહેવાની હતી. સત્ર દરમિયાન ગૃહની બેઠકો લગભગ ૧૭૭ કલાક અને ૫૦ મિનિટ સુધી ચાલી હતી. આ દરમિયાન ૧૮૨ તારાંકિત પ્રશ્નોના જવાબ આપવામાં આવ્યા હતા.

 

સંસદનું બજેટ સત્ર નિર્ધારિત સમય કરતાં એક દિવસ પહેલાં ગુરુવારે પૂરું થયું. આ સત્ર દરમિયાન લોકસભા અને રાજ્યસભાના બંને ગૃહોમાં વિક્ષેપ ઓછો જોવા મળ્યો હતો. બજેટ સત્રની શરૂઆત ૩૧ જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના બંને ગૃહોની સંયુક્ત બેઠકને સંબોધન સાથે થઈ હતી.

૧ ફેબ્રુઆરીના રોજ નાણામંત્રી નિર્મલા સીતારમણે કેન્દ્રીય બજેટ રજૂ કર્યું હતું. લોકસભાને અનિશ્ચિત સમય માટે સ્થગિત કર્યા બાદ ગૃહના સ્પીકર ઓમ બિરલાએ જણાવ્યું કે, આ સત્રમાં ૧૩ બિલ પાસ કરવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *