પેટ્રોલ ડીઝલ: મુંબઈમાં પેટ્રોલ ૧૨૦ રૂપિયાને પાર

પેટ્રોલ ડીઝલના ભાવમાં ટીપે ટીપે સરોવર ભરાય તેની જેમ પેટ્રોલ-ડીઝલની કિંમત પણ ૦૦.૮૦ પૈસા કરીને રૂપિયામાં વધી રહી છે. દેશના મોટાભાગના શહેરોમાં પેટ્રોલે સદી ફટકારી દીધી છે. સરકારી ઓઇલ કંપનીઓએ ૨૨/૦૩/૨૦૨૨મી થી ભાવ વધારાની શરૂઆત કરી હતી. જે બાદમાં અત્યારસુધી પેટ્રોલમાં ૧૦:૨૦ રૂપિયા પ્રતિ લીટરનો વધારો થઈ ચૂક્યો છે. જોકે, આજે સતત ત્રીજા દિવસે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં કોઈ જ વધારો કરવામાં આવ્યો નથી.

ઓઇલ કંપનીઓએ દેશની રાજધાની નવી દિલ્હી સહિત દેશના ચાર મહાનગરોમાં અને મુખ્ય શહેરોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત સ્થિર રાખી છે. દિલ્હીમાં પેટ્રોલની કિંમત હવે ૧૦૫:૪૧ રૂપિયા પર પહોંચી છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત ૧૨૦:૫૧ રૂપિયા છે. ઓઇલ કંપનીઓએ ક્રૂડ ઓઇલની કિંમત ૧૦૦ ડૉલર પ્રતિ બેરલ ઉપર જતાં નુકસાન સરભર કરવા માટે તાબડતોબ કિંમતમાં વધારો શરૂ કર્યો છે. ૧૬ દિવસમાં ૧૪ વખત ભાવમાં વધારો કરવામાં આવી ચૂક્યો છે.

ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલની કિંમત

* અમદાવાદ પેટ્રોલ ૧૦૫:૦૨ રૂપિયા અને ડીઝલ ૯૯:૪૦ રૂપિયા પ્રતિ લીટર

* સુરત પેટ્રોલ ૧૦૪:૮૭ રૂપિયા અને ડીઝલ ૯૯:૨૭ રૂપિયા પ્રતિ લીટર

* વડોદરા પેટ્રોલ ૧૦૪:૫૪ રૂપિયા અને ડીઝલ ૯૮:૯૨ રૂપિયા પ્રતિ લીટર

* રાજકોટ પેટ્રોલ ૧૦૪:૭૧ રૂપિયા અને ડીઝલ ૯૯:૧૨ રૂપિયા પ્રતિ લીટર છે.

પેટ્રોલ અને ડીઝલની કિંમત દરરોજ સવાર છ વાગ્યે બદલાય છે. HPCL, BPCL અને IOC સવારે છ વાગ્યે નવો ભાવ લાગૂ કરે છે. તમે આ ભાવ તેમની વેબસાઇટ પર જઈને પણ જાણી શકો છો. પેટ્રોલ-ડીઝલની કિંમતમાં એક્સાઇઝ ડ્યૂટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ જોડ્યા બાદ ભાવ લગભગ ડબલ થઈ જાય છે. વિદેશી મુદ્રાના ભાવ, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમતોના આધારે દરરોજ કિંમતમાં ફેરફાર થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *