પાકિસ્તાન: ઇમરાન ખાન ક્લીન બોલ્ડ

પાકિસ્તાનમાં વડાપ્રધાન ઇમરાન ખાન સામે ચાલી રહેલા એક મહિના જૂના વિપક્ષના ‘પદ હટાવો‘ આંદોલનનો અંત આવ્યો છે. શનિવારે નેશનલ એસેમ્બ્લીમાં  વડાપ્રધાન સામે મુકવામાં આવેલા પ્રસ્તાવમાં ૧૭૪ સભ્યોએ સુર પુરાવ્યો હતો. પાકિસ્તાનના ઇતિહાસમાં પ્રથમ વખત કોઈ વડાપ્રધાન વિશ્વાસનો મત હારી સત્તાથી દૂર થયા છે.

 

સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર શરૂ થયેલા સત્રમાં એક તબક્કે મતદાન નહિ થાય અને ફરી સુપ્રીમ કોર્ટના અનાદરની કાર્યવાહી થશે એવો ઘાટ ઘડાયો હતો. દિવસભર ઇમરાન ખાન, તેના સાથીઓ અને તેમની પાર્ટી પાકિસ્તાન તહરિક એ ઇન્સાફ (પીટીઆઈ) ના સભ્યોએ વિરોધ પક્ષ સાથે વાટાઘાટો ચલાવી હતી. એમની શરત હતી કે સરકાર રાજીનામું આપે તો ઇમરાન, કેબિનેટના સભ્યો સામે કોઈ કોર્ટ કાર્યવાહી નહિ કરવી, જેલમાં નહિ મોકલવા. આ ઉપરાંત, ઇમરાનની શરત હતી કે પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફના ભાઈ અને વિરોધ પક્ષના નેતા શેહબાઝ શરીફ નવા વડાપ્રધાન બને નહિ. આ અંગે કોઈ પુષ્ટિ મળી નહોતી અને વિરોધ પક્ષોએ હાઉસમાં સતત મતદાનની માંગણી કરે રાખી હતી. અને બીજી તરફ, નો કોનફિડન્સ મિશનની તરફ અને વિરોધમાં સતત ભાષણ થયા હતા.

ગુહમાં સ્પીકર અસદ કૈઝર આખો દિવસ કાર્યવાહી કરી રહ્યા હતાં તેમણે સુપ્રીમ કોર્ટનો આદર કરવાની અને બંધારણની રક્ષા કરવાની જાહેરાત કરી હતી. મતદાન પહેલા પોતે આ પ્રસ્તાવ થકી વિદેશી શક્તિઓનું મહોરું નહિ બને એવી જાહેરાત કરી રાજીનામું આપ્યું હતું. મતદાન પહેલા આવું નાટક કર્યું હતું.

સ્પીકર અસદ કૈઝરના રાજીનામા બાદ મતદાન થયું હતું જેમાં ૩૪૨ સભ્યોના ગૃહમાં ૧૭૪ સભ્યોએ ઇમરાન સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવને ટેકો આપતા સરકાર પડી ભાંગી છે. પાકિસ્તાનના બંધારણ અનુસાર હવે ઇમરાન વડાપ્રધાન રહ્યા નથી. હવે નવી સરકારની રચના માટે પ્રયત્ન હાથ ધરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *