ઇમરાન સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ પારિત થતાં હવે ડેપ્યુટી સ્પીકર દ્વારા આજે નવી સરકાર માટેની કવાયત શરૂ કરવામાં આવશે. આ માટે આજે બપોરે ૦૨:૦૦ કલાક સુધીમાં નવી સરકારનો દાવો કરવા માટે, વડાપ્રધાનના નામ માટે દાવો કરવાનો સમય આપવામાં આવ્યો છે.
સોમવારે સવારે ૧૧:૦૦ વાગ્યે નવા વડાપ્રધાનની વરણી કરવા ફરી સદનની બેઠક થશે.
વિરોધ પક્ષ વતી બેનઝીર ભુટ્ટોના પુત્ર બિલાવલ અને નવાઝ શરીફના ભાઈ શેહબાઝ શરીફ નવી સરકારની રચના માટે સૌથી મહત્વની ભૂમિકા ભજવશે.
