ગુજરાતની ચુંટણી પેહલા અમુક દેશ વિરોધી તત્વો દ્વારા હિંદુ – મુસ્લિમ ના છમકલા થયા…
મધ્ય પ્રદેશના ખરગોન શહેરમાં રવિવારે રામનવમીના સરઘસ દરમિયાન હિંસા ભડક્યા બાદ શહેરના ૩ ક્ષેત્રોમાં કર્ફ્યુ લાગુ કરી દેવામાં આવ્યો છે. સરઘસ દરમિયાન ઉપદ્રવીઓ દ્વારા પથ્થરમારા અને આગજનીની ઘટનાઓને અંજામ આપવામાં આવ્યો હતો. તેમાં કેટલાક વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી. આ ઘટના બાદ પ્રશાસને શહેરના ૩ ક્ષેત્રોમાં કર્ફ્યુ લાગુ કરી દીધો છે અને સમગ્ર શહેરમાં કલમ ૧૪૪ લાગુ કરી દેવામાં આવી છે. પોલીસે સ્થિતિને નિયંત્રણ લેવામાં ટીયર ગેસના શેલ પણ છોડ્યા હતા.
પથ્થરમારા દરમિયાન પોલીસ અધિકારી સિદ્ધાર્થ ચૌધરી અને ૨ અન્ય પોલીસ કર્મચારીઓ સહિત કેટલાક સામાન્ય નાગરિકોને ઈજાઓ પહોંચી છે.
ખરગોનના જિલ્લાધિકારી અનુગ્રહ પી. ના કહેવા પ્રમાણે સમગ્ર શહેરમાં સીઆરપીસી ની કલમ ૧૪૪ લાગુ કરી દેવામાં આવી છે. તેમણે જણાવ્યું કે, તળાવ ચોક અને ટવડી સહિત શહેરના ૩ વિસ્તારોમાં કર્ફ્યુ લગાવવામાં આવ્યો છે.
હિંમતનગર અને આણંદના ખંભાતમાં કેટલાંક અસામાજીક તત્વોએ શાંતિ ડહોળવા માટે રથયાત્રા પર પથ્થરમારો કર્યો હતો. જેમાં બંને શહેરોમાં તંગદિલી સર્જાતા પોલીસે બળપ્રયોગ કરવો પડયો હતો. જેમાં હિંમતનગરમાં ટોળાને કાબુમાં લેવા માટે ૧૫૦થી વધુ ટીયર ગેસના સેલ છોડવા પડયા હતા. આ બંને ઘટનાઓમાં ૨૫થી વધુ લોકો ઘવાયા હતા. જેમાંના એકનું મોત નીપજ્યું હતું.
હિંમતનગરમાં જિલ્લા પોલીસ વડા સહિત ૩ પોલીસ કર્મચારીઓને ઇજાઓ પહોંચી હતી. આ દરમિયાન ઉશ્કેરાયેલા ટોળા દ્વારા બંને શહેરોમાં દુકાનો અને વાહનો સળગાવી દેવામાં આવ્યા હતા. હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને બંને શહેરોમાં પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે.
આણંદ જિલ્લાના ખંભાતમાં રામનવમીની શોભાયાત્રાનું આયોજન કરાયું હતું. જેમાં બપોરના ૦૩:૦૦ વાગ્યાના સુમારે શોભાયાત્રા સિધ્ધેશ્વરી સોસાયટીના રૂટથી આગળ વધી રહી હતી તે સમયે કેટલાંક લોકોએ પથ્થરમારો કરતા વાતાવરણ તંગ બન્યુ હતું. જેના કારણે ટાવર બજાર વિસ્તારમાં દોડધામ મચી ગઇ હતી અને ૫ જેટલી દુકાનોમાં તોડફોડ કરીને આગ લગાવી હતી. આ ઘટનામાં ૭ થી ૮ લોકોને ઇજાઓ પહોંચી હતી. જેમાં એક આઘેડને માથામાં ગંભીર ઇજાઓ થતા સારવાર માટે પેટલાદ લઇ જવામાં આવ્યા હતા. જો કે રસ્તામાં જ તેમનું મોત નીપજ્યું હતું. બીજી તરફ સ્થિતિ વધુ તંગ બનતા અંતે પોલીસે સ્થિતિને કાબુમાં લેવા માટે ૫ થી વધારે ટીયર ગેસના સેલ છોડયા હતા તેમજ અનેક લોકોની અટકાયત કરી હતી.
હિંમતનગરમાં વિશ્વ હિંદુ પરિષદ દ્વારા પણ બીજી શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જેનો રૂટ પણ છાપરીયા વિસ્તારમાંથી પસાર થતો હોવાથી પોલીસ બંદોબસ્ત વચ્ચે શોભાયાત્રાને પસાર કરવાનો નિર્ણય લેવાયો હતો. જો કે આ સમયે પણ છાપરીયા વિસ્તારમાંથી પસાર થતા સમયે અચાનક પથ્થરમારો શરૂ થતાં ફરીથી તંગદિલી સર્જાઈ હતી. જેમાં જિલ્લા પોલીસ વડા વિશાલ વાઘેલાને પણ ઇજાઓ પહોંચી હતી.