“જીવો અને જીવવા દો”નો સંદેશ સમગ્ર વિશ્વને આપનાર ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની હાર્દિક શુભેચ્છઓ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જૈન અને જૈનેતર સમાજના સૌ નાગરિકોને મહાવીર જયંતીના પર્વની શુભકામના પાઠવી છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, કરૂણા અને અહિંસાના તત્વ ચિંતનને ભગવાન મહાવીર સ્વામીએ જીવન આચરણથી આત્મસાત કરાવ્યું છે. આપણે પણ કરૂણા, જીવદયા, અહિંસાના માર્ગે ચાલીને સમરસ, સૌહાર્દપૂર્ણ સમાજના નિર્માણ માટે સંકલ્પબદ્ધ થઇએ એમ પણ ભૂપેન્દ્ર પટેલે મહાવીર જયંતીએ શુભકામના સંદેશ પાઠવતા કહ્યું છે. મુખ્યમંત્રી સહીત કેટલાય મહાનુભાવોએ મહાવીર સ્વામીની જન્મજયંતિ નિમિત્તે ટ્વિટ કરી શુભેચ્છઓ પાઠવી છે. સત્ય, અહિંસા તેમજ જીવો અને જીવવા દો નો સંદેશ સમગ્ર વિશ્વને આપનાર જૈન ધર્મના 24માં તીર્થંકર મહાવીર સ્વામીની જયંતીનો ઉત્સવ રાજ્ય અને દેશના અલગ અલગ વિસ્તારોમાં ઉજવાઈ રહ્યો છે.