રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે કહ્યું હતું કે સનાતન ધર્મ જ હિન્દુ રાષ્ટ્ર છે. તેમણે કહ્યું હતું કે ૧૫ વર્ષમાં ભારત ફરીથી અખંડ ભારત બની જશે અને આ બધું આપણે પોતાની આંખોથી જોઈશું. સંતો અને જ્યોતિષીનું માનવું છે કે ૨૦થી ૨૫ વર્ષમાં દેશ ફરીથી અખંડ ભારત બની જશે. જોકે આપણે બધા એક થઈને આ કામને ગતિ આપીશું તો ૧૦-૧૫ વર્ષમાં જ અખંડ ભારત બની જશે. શિવસેનાના સાંસદ સંજય રાઉતે આ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે તમે અખંડ ભારત બનાવો પરંતુ ૧૫ વર્ષનો નહિ ૧૫ દિવસનો જ વાયદો આપો અને અખંડ હિન્દુસ્તાન બનાવો.
RSS ચીફે વધુમાં કહ્યું હતું કે જો કેટલાક લોકો સનાતન ધર્મનો વિરોધ કરે છે તો તેમનો પણ એમાં સહયોગ છે. જો તેઓ વિરોધ ન કરત તો હિન્દુ જાગત જ નહિ, તેઓ સૂતેલા જ રહેત. તેમણે વધુમાં કહ્યું હતું કે જો ભારત ઊઠશે તો ધર્મના માધ્યમથી જ ઊઠશે. ધર્મનું પ્રયોજન જ ભારતનું પ્રયોજન છે. ધર્મની ઉન્નતિ એ જ ભારતની ઉન્નતિ હશે.
ભાગવતે હરિદ્વારામાં કહ્યું હતું કે ભારત સતત પ્રગતિના માર્ગે આગળ વધી રહ્યું છે. તેના રસ્તામાં જે કોઈ પણ આવશે તો તેનો નાશ થશે. અમે અહિંસાની જ વાત કરીશું, પરંતુ આ વાત હાથમાં ડંડા લઈને કહેવામાં આવશે. અમારા મનમાં કોઈ દ્વૈષ, શત્રુતાનો ભાવ નથી. જોકે વિશ્વશક્તિને જ માને છે, તો અમે શું કરીએ.
ભાગવતના આ નિવેદન પર શિવસેનાના સાંસદ સંજય રાઉતે પ્રતિક્રિયા આપી છે. રાઉતે કહ્યું હતું કે તમે અખંડ ભારત બનાવી લો પરંતુ 15 વર્ષનો નહિ 15 દિવસનો જ વાયદો આપો અને અખંડ હિન્દુસ્તાન બનાવો. તેમણે કહ્યું હતું કે અખંડ હિન્દુસ્તાનનું સપનું કોણ જોતું નથી. વીર સાવરકર, બાળાસાહેબ ઠાકરેનું આ સપનું હતું, તો સૌથી પહેલા તમે વીર સાવરકરને ભારત રત્ન આપો.