પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિડિયો કોન્ફરન્સ દ્વારા કચ્છમાં કે. કે. પટેલ સુપર સ્પેશીયાલીટી ચેરીટી હોસ્પિટલ રાષ્ટ્રને સમર્પિત કરશે.
કચ્છમાં આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે ૧૧:૦૦ વાગ્યે વિડિયો કોન્ફરન્સ દ્વારા ભૂજમાં કે. કે. પટેલ સુપર સ્પેશીયાલીટી ચેરીટી હોસ્પિટલ રાષ્ટ્રને સમર્પિત કરશે. આ હોસ્પિટલનું નિર્માણ કચ્છી પટેલ લેવા સમાજ ભૂજ દ્વારા કરવામાં આવ્યું છે. આ હોસ્પિટલ સમગ્ર કચ્છમાં પ્રથમ ધર્માર્થ સુપર સ્પેશીયાલીટી હોસ્પિટલ છે.
હોસ્પિટલમાં આ ૨૦૦ બેડ દર્દીઓને સુપર સ્પેશીયાલીટી સેવા જેમ કે ઇન્ટરવેશનલ કાર્ડિયોલોજી, કાર્ડીયોથોરેસીક સર્જરી, તેમજ વિવિધ જાતની રેડિએશન ઓન્કોલીજી, નેફરોલોજી, યુરોલોજી, તેમજ જોઇન્ટ રીપ્લેસમેન્ટ તેમજ અન્ય સહાયક સેવાઓ જેમકે આધુનિક લેબોરેટરી, રેડિયોલોજી સેવાઓ ઉપલબ્ધ બનશે. આ વિસ્તારના લોકોને સસ્તી કિંમતે સ્પેશીયાલીટી સેવાઓ ઉપલબ્ધ બનશે.