સપ્તાહના પ્રથમ દિવસે સેન્સેક્સ અને નીફ્ટીમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. જેમાં સેન્સેક્સ ૧,૦૩૬ પોઇન્ટના ઘટાડા સાથે ૫૭,૩૦૨ પર ખુલ્યો હતો.
સપ્તાહના પ્રથમ દિવસે સેન્સેક્સ અને નીફ્ટીમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. જેમાં સેન્સેક્સ ૧,૦૩૬ પોઇન્ટના ઘટાડા સાથે ૫૭,૩૦૨ પર ખુલ્યો હતો. જે સતત નેગેટીવ ઝોન તરફ ધકેલાતા સવારે ૧૦:૩૦ વાગ્યા સુધીમાં ૧,૨૪૮ પોઇન્ટ સુધી તૂટ્યો હતો. જ્યારે નીફ્ટી 268 પોઇન્ટના ઘટાડા સાથે ૧૭,૨૦૬ પોઇન્ટ પર ખુલ્યો હતો.
નિષ્ણાંતોના મત મુજબ દેશમાં વધતી જતી મોંધવારી તેમજ રશિયા અને યુક્રેન વચ્ચેના યુધ્ધને કારણે વૈશ્વિક બજાર પર અસર થતા ભારતીય શેર-બજારમાં નિરાશા જોવા મળી રહી છે. આગામી સમયમાં સેન્સેક્સમાં હજુ પણ મોટા ઘટાડા થવાની શક્યતા જોવામાં આવી રહી છે. આજે બેન્કિંગ, આઇ.ટી સેક્ટર અને ઓટો સેક્ટરના મોટાભાગના શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો.