વડાપ્રધાન મોદી ત્રણ દિવસીય ગુજરાતના પ્રવાસે આવી પહોંચ્યા છે. આજે સાંજે અમદાવાદ એરપોર્ટ પર વડાપ્રધાનનું રાજ્યપાલ, મુખ્યમંત્રી અને પ્રદેશ ભાજપ પ્રમુખ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન અમદાવાદ એરપોર્ટથી સીધા જ ગાંધીનગર જવા રવાના થયા છે.
અમદાવાદ એરપોર્ટથી સીધા ગાંધીનગર ખાતેના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લેશે.જ્યાં તેઓ કંટ્રોલ રૂમના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે સમીક્ષા કરશે તે પછી વાલીઓ અને શિક્ષકો સાથે ઈ-સંવાદ કરશે. વડાપ્રધાન મોદી આજે ગાંધીનગર સ્થિત શિક્ષણક્ષેત્રે વૈશ્વિક કક્ષાના રિયલ ટાઈમ ઓનલાઈન મોનિટરિંગ- વિદ્યા સમીક્ષા કેન્દ્રની રૂબરૂ મુલાકાત લેશે. વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે મોનિટરિંગ રૂમમાંથી રાજ્યના વાલીઓ, વિદ્યાર્થીઓ, શિક્ષકો, બીઆરસી, સીઆરસી, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી વગેરે સાથે વડાપ્રધાન સીધો ઈ-સંવાદ કરીને શિક્ષણક્ષેત્રે જરૂરી માર્ગદર્શન આપશે.
વડાપ્રધાન મોદી આજે ગાંધીનગરમાં કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લેવાના છે. ત્યારે આ મુલાકાત પહેલાં કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરને PMએ નવું નામ આપ્યું છે. તેમણે ટ્વીટ કરીને “વિદ્યા સમીક્ષા કેન્દ્ર” નામ આપ્યું છે. તેઓ આજે દેશના પ્રથમ વિદ્યા સમીક્ષા કેન્દ્રનું લોકાર્પણ કરાશે. એમાં અંગ્રેજીમાં રાખેલું નામ હવે ગુજરાતીમાં રાખવામાં આવ્યું છે. આજે પ્રથમ દિવસે ગાંધીનગર ખાતે દેશના પ્રથમ વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાત કરશે.