મુંબઈના દરિયાએથી સબમરીન સ્કોર્પિન-ક્લાસ INS વાગશીર તરતી મુકવામાં આવી

પ્રોજેક્ટ-૭૫ની સ્કોર્પિન-ક્લાસની છઠ્ઠી અને છેલ્લી સબમરીન, INS વાગશીર, મુંબઈમાં તરતી મુકવામાં આવી છે. આ સબમરીનનું નિર્માણ મુંબઈ સ્થિત મઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડ દ્વારા ‘મેક ઇન ઈન્ડિયા’ હેઠળ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેલા સંરક્ષણ સચિવ અજય કુમારે જણાવ્યું કે, આ સબમરીન વાગશીર, આત્મનિર્ભર ભારતનું ઝળહળતું ઉદાહરણ છે.
શિપબિલ્ડર તરીકે મઝગાંવ ડોકની પ્રશંસા કરતાં અજય કુમારે જણાવ્યું કે, આ કંપની દરિયાઈ બાંધકામના સ્વદેશીકરણમાં મોટી ભૂમિકા ભજવી રહી છે.

આ પનડુબ્બી લગભગ ૨૦ કિમી પ્રતિ કલાકની ઝડપથી ચાલે છે, જ્યારે પાણીની અંદર તે સાયલેંટ કિલરની સ્પિડથી લગભગ ૩૭ કિમી પ્રતિ કલાક હોય છે. આધુનિક નેવિગેશન અને ટ્રેકિંગ સિસ્ટમથી સજ્જ INS વાગશીર કોઈપણ હવામાનમાં કામ કરવા માટે સંપૂર્ણ રીતે સક્ષમ છે.આ પનડુબ્બી સમુદ્રના તળીયે ૩૫૦ ફૂટ નીચે જઈને દુશ્મનને શોધી શકે છે. સૌથી મહત્વની વાત એ છે કે, ઘાત લગાવીને ચૂપચાપ સમુદ્રમાં લગભગ ૫૦ દિવસ સુધી આ સબમરીન સતત રહી શકે છે. આ સબમરીનની રેંઝ તેની સ્પિડના હિસાબે નક્કી થાય છે.

હિંદ મહાસાગરમાં ઊંડા દરિયામાં શિકારી માછલી – સેન્ડ ફિશના નામ પરથી આ સબમરીનનું નામ વાગશીર રાખવામાં આવ્યું છે. સ્કોર્પિન ક્લાસ સબમરીનમાં ઉપયોગમાં લેવાતી અતિ આધુનિક ટેક્નોલોજી છે. આ સબમરીન એન્ટિ-સરફેસ વોરફેર, એન્ટી-સબમરીન વોરફેર, ઇન્ટેલિજન્સ, માઇન લેઇંગ અને એરિયા સર્વેલન્સ જેવી કામગીરી કરી શકે છે. પ્રોજેક્ટ-૭૫ સ્કોર્પિન પ્રોગ્રામની ચાર સબમરીન, કલવરી, ખંડેરી, કરંજ અને વેલાને ભારતીય નૌકાદળમાં સામેલ કરવામાં આવી ચુકી છે, જ્યારે પાંચમી સબમરીન વાગીર હાલ દરિયાઈ ચકાસણી હેઠળ છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *