આજે વિશ્વ પુસ્તક દિવસ: જાણો વિશ્વભરમાં વિશ્વ પુસ્તક અને કોપીરાઈટ દિવસ ઉજવવાનું ક્યારે જાહેર કર્યું

વિશ્વ પુસ્તક દિવસ 2022 ની થીમ Read…So you never feel alone છે.

 

મહાન નાટયકાર અને પ્રખર સાહિત્ય સર્જક વિલિયમ શેક્સપિયર અને લેખર ઈન્કા ગાર્સીલાસો ડે લા વેગા જેવા અન્ય લેખકોનું ૨૩ એપ્રિલના જ દિવસે અવસાન થયું હોવાથી ૧૯૯૫માં યુનેસ્કોએ ૨૩ એપ્રિલની તારીખે વિશ્વભરમાં વિશ્વ પુસ્તક અને કોપીરાઈટ દિવસ ઉજવવાનું જાહેર કર્યું હતું.

આજના દિવસને સાથો સાથ વિશ્વ કોપીરાઈટ દિવસ તરીકે પણ ઉજવાય છે. શેક્સપીયરના યોગદાનને જોતા ભારત સરકારે પણ ૨૦૦૧માં આ દિવસને વિશ્વ પુસ્તક દિવસની માન્યતા આપી હતી. આ દિવસ ઉજવવાનો હેતુ માનવજાતના સામાજીક અને સાંસ્કૃતિક વિકાસમાં લેખકોએ આપેલા યોગદાન પ્રત્યે નવી પેઢીમાં જાગૃતિ આવે, અને લોકોમાં પુસ્તકો વાંચવા પ્રત્યેની પ્રેરણા મળે તેવો છે.

આજે ૨૩ મી એપ્રિલ વિશ્વભરમાં ૧૦૦ કરતાં પણ વધુ દેશોમાં વિશ્વ પુસ્તક દિવસ તરીકે ઉજવાઈ રહ્યો છે.

આજના ડિજીટલ યુગમાં પણ પુસ્તકોનું મહત્વ ઓછું થયું નથી. સમજણ, સહનશીલતા અને સંવાદ માટે સામાજિક જાગૃતિનું કામ પુસ્તકો જ કરે છે. પુસ્તકોની મૈત્રી માનવીના જીવનઘડતર પર નિર્ણાયક પ્રભાવ પાડે છે.

વર્તમાન યુગ એ જ્ઞાન અને માહિતીનો યુગ છે. જ્ઞાનના ફેલાવા માટે જો કોઈ સૌથી વધુ શક્તિશાળી માધ્યમ હોય તો તે પુસ્તકો છે. આજના ઇન્ફર્મેશન યુગમાં પણ પુસ્તકોનું મહત્વ ઓછું થયું નથી. પુસ્તકો જ આ વિશ્વને પ્રેરણા આપી શકે છે. સમજણ, સહનશીલતા અને સંવાદ માટે સામાજિક જાગૃતિનું કામ પુસ્તકો જ કરે છે. પુસ્તકોની મૈત્રી માનવીના જીવનઘડતર પર નિર્ણાયક પ્રભાવ પાડે છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *