ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને દરેક પાર્ટીઓ દ્વારા તૈયારીઓ ચાલી રહી છે ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા મોટું એલાન કરવામાં આવ્યું છે. આમ આદમી પાર્ટી અને BTP વચ્ચે ગઠબંધન કરવાનું એલાન કરવામાં આવ્યું છે અને આગામી ચૂંટણી બંને પાર્ટી સાથે મળીને ચૂંટણી લડશે.
આ પહેલા BTP નેતાઓ અને AAP નેતાઓ વચ્ચે અનેક વાર બેઠકો થઈ છે અને આજે આખરે પાર્ટીઓ દ્વારા એલાન કરવામાં આવ્યું છે કે ગઠબંધન કરવામાં આવશે.
આગામી સમયમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ભરૂચમાં મોટો કાર્યક્રમમાં પણ કરવા જઈ રહ્યા છે જેમાં આદિવાસી નેતા છોટુ વસાવા સામેલ થશે.