કોરોના મહામારી હજી પુર્ણ નથી થઈ. હાલ દિલ્હી અને બીજા અન્ય રાજ્યોમાં કોરોના વાયરસના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કોવિડ-૧૯ની સ્થિતિની સમીક્ષા કરવા રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે વાર્તાલાપ કરશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક ટ્વીટ કરીને કહ્યું હતું કે, “૨૭/૦૪/૨૦૨૨મી આજે બપોરે ૧૨:૦૦ વાગ્યે, રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે કોવિડ-૧૯ની સ્થિતિની સમીક્ષા કરવા માટે વાતચીત થશે”
જાન્યુઆરીમાં થયેલ ગત સમિક્ષા બેઠકમાં પ્રધાનમંત્રીએ તમામ સ્તરે વધુ સતર્કતા અને નજર રાખવા નિર્દેશ આપ્યો હતો. તેમણે સમગ્ર સરકારી પ્રયાસો હેઠળ સંક્રમણ પર નિયંત્રણ અને યોગ્ય ઉપાયો માં કેન્દ્ર સરકારના કર્મચારીઓને રાજ્યો સાથે સારા સમન્વયથી કામ કરવા કહ્યું હતું. અગાઉ પ્રધાનમંત્રીએ રાજ્યો અને કેન્દ્રશાસીત પ્રદેશોના વહિવટકર્તાઓ સાથે અનેક બેઠકો કરી હતી. તેમણે જિલ્લાના વડાઓ સાથે વાતચીત કરીને જિલ્લા સ્તર પર કોવિડ સ્થિતિની સમિક્ષા કરી હતી. દરમિયાન આરોગ્યમંત્રી ડો. મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે દેશમાં 86 ટકાથી વધુ સિનિયર સિટીજનોને કોવિડ વિરોધી બન્ને રસી આપવામાં આવી છે. દેશમાં રસીકરણની ઝુંબેશમાં ૧૮૮ કરોડ ના આંકડાને પાર થયું છે.
દેશભરમાં ૨૪ કલાકમાં કોરોનાના ૨,૪૮૩ નવા કેસ નોંધાયા છે. દેશમાં ૨૪ કલાકમાં ૧,૩૯૯ દર્દીના કોરોનાથી મૃત્યુ થયા છે. દેશભરમાં ૨૪ કલાકમાં દેશમાં ૧,૯૭૦ દર્દી સાજા થયા છે અને અત્યાર સુધી કુલ ૪,૨૫,૨૩,૩૧૧ દર્દી કોરોનાથી સ્વસ્થ થયા છે. અત્યારે દેશમાં કોરોનાના કુલ સક્રિય કેસ ૧૫,૬૩૬ છે.