રાયસીના ડાયલોગના ત્રીજા અને અંતિમ દિવસે આજે વિદેશ રાજ્યમંત્રી મિનાક્ષી લેખી સ્વાગત ભાષણ સાથે સત્રની શરૂઆત કરશે. વિદેશમંત્રી ડો.એસ.જયશંકર આજે ચેસિંગ ધ મોનસુન લાઇફ @ ૭૫ સત્રમાં ભાગ લેશે. આ સત્રમાં પોર્ટુગલના વિદેશમંત્રી કેનેડાના પૂર્વ પ્રધાનમંત્રી સહિત અન્ય મહાનુભાવો ભાગ લેશે. આ ઉપરાંત વન અને પર્યાવરણમંત્રી ભૂપેન્દ્ર યાદવ ઇલેકટ્રોનીક અને સુચના પ્રોદ્યોગીકી રાજ્યમંત્રી રાજીવ ચંદ્રશેખર અને મહિલા અને બાળવિકાસ મંત્રી સ્મૃતિ ઇરાની અલગ અલગ સત્રોમાં સામેલ થશે.
નવી દિલ્હીમાં રાયસીના ડાયલોગના બીજા દિવસે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગસિંહ ઠાકુરે જણાવ્યું હતું કે, સૌથી મોટા ફિલ્મ નિર્માતા દેશના રૂપમાં ભારત વિશ્વ વસ્તુના સંદર્ભમાં વિશ્વનો ઉપમહાદ્વીપ બનવવાની ક્ષમતા રાખે છે. તેમણે ગઇકાલે સૈન્ય અને હાર્ડપાવર અને સાંસ્કૃતિક શક્તિ એટલે સોફ્ટ પાવરના મહત્વ પર ભાર આપતા કહ્યું કે એક રાષ્ટ્રને પોતાનું અસ્તીત્વ બનાવી રાખવા અને પ્રાસંગીક રહેવા માટે હાર્ડ પાવરની જરૂરિયાત હોય છે. જ્યારે સારા સંબંધો સ્થાપીત કરવા માટે સોફ્ટ પાવર જરૂરી છે.