દિગ્વિજય સિંહે આરોપ લગાવ્યો છે કે ભાજપ પોતે જ ગરીબ મુસ્લિમ છોકરાઓને પૈસા આપીને પથ્થર ફેંકે છે.

દેશમાં છેલ્લા કેટલાક અઠવાડિયામાં દેશમાં હિંસાની ઘણી ઘટનાઓ સામે આવી રહી છે,  પછી તે મધ્યપ્રદેશના ખરગોન હોય, રાજસ્થાનના કરૌલી હોય કે પછી રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના જહાંગીરપુરી વિસ્તારમાં હોય. આ અંગે મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહનું નિવેદન સામે આવ્યું છે.

મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રીએ એક જનસભાને સંબોધિત કરતા આરોપ લગાવ્યો છે કે ભાજપ પોતે જ ગરીબ મુસ્લિમ છોકરાઓને પૈસા આપીને પથ્થર ફેંકે છે. કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહતેમણે કહ્યું કે તે ભારતીય જનતા પાર્ટી હતી જે ‘ પથ્થરો ફેંકવા માટે ગરીબોને નોકરી પર રાખી રહી હતી ‘.દિગ્વિજય સિંહે કહ્યું કે “મારી પાસે તથ્યો નથી , તેથી હું માત્ર આરોપો લગાવી રહ્યો છું , પરંતુ હું આ ફરિયાદોની તપાસ કરીશ.”

કોંગ્રેસ નેતાના આ નિવેદન બાદ હવે ભાજપે પણ જવાબી કાર્યવાહી શરૂ કરી છે. ભાજપના નેતા અને મધ્યપ્રદેશ સરકારમાં મંત્રી વિશ્વાસ સારંગે કહ્યું છે કે ભાજપ રમખાણોને પ્રોત્સાહન આપવા માટે નહીં પરંતુ રમખાણો રોકવા જઈ રહી છે. જ્યારે તમે કહો છો કે તમારી પાસે પુરાવા નથી ત્યારે તમે આવા આરોપ કેવી રીતે લગાવી શકો. બીજી તરફ તેમણે કહ્યું કે દિગ્વિજય સિંહ પોતાના કોંગ્રેસના નેતાઓને ખુશ કરવા માટે આ પ્રકારનું નિવેદન આપી રહ્યા છે.

બીજેપીના અન્ય એક નેતા તુહિન સિન્હાએ પણ કહ્યું કે કોંગ્રેસ ઈસ્લામ તરફી પાર્ટી બની ગઈ છે અને હિન્દુ સમુદાયને બદનામ કરવા માટે કંઈ પણ કરશે. રામ નવમી અને હનુમાન જયંતિના અવસર પર રાજસ્થાન , દિલ્હી , મધ્ય પ્રદેશ અને ગુજરાતમાં બે સમુદાયો વચ્ચેની અથડામણ પછી કોંગ્રેસના વરિષ્ઠ નેતાની ટિપ્પણી આવી છે .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *