અમદાવાદમાં નવી ૫૦ ઇલેક્ટ્રીક – બસ કરાશે શરૂ

અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ દ્વારા હવે આગામી સમયમાં ઇલેક્ટ્રિક બસ શરૂઆત કરવામા આવશે. અમદાવાદ કોર્પોરેશન દ્વારા આગામી સમયમાં જૂન-જુલાઈ માસમાં ૫૦ નવી ઇલેક્ટ્રિક બસ ટાટા કંપની પાસેથી ખરીદી કરવાનો ઓર્ડર આપવામાં આવ્યો છે. તે પહેલાં જ ઇલેક્ટ્રીક લાઈન લેવા માટે ટોરેન્ટ પાવર પાસેથી ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે. આ ઇલેક્ટ્રિક ચાર્જીંગ સ્ટેશન પાછળ કુલ ૨ કરોડ ૬૫ લાખ સુધીનો ખર્ચ થશે. જેમાં બેઝીક કોર્પોરેશન ખર્ચ કરશે બાકીનો ખર્ચ ટાટા કરશે.

અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ કમિટીમાં આ કામ મંજૂર કરવામાં આવ્યું. પેટ્રોલ-ડીઝલની કિંમત વધતા તેની અસર અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ નાં મુસાફરોની સંખ્યામાં પડી છે. મુસાફરોની સંખ્યા વધતાં આવક પણ વધી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *