મોટી સંખ્યામાં લોકો નોકરી ધંધા અર્થે અપડાઉન કરે છે જેમાં મોટો વર્ગ અપડાઉન માટે ટ્રેનનો ઉપયોગ કરે છે.કોરોના મહામારીના કારણે રેલવે મંત્રાલય દ્વારા ટ્રેનો બંધ કરી દેવામાં આવી હતી અને હવે ધીરે-ધીરે ટ્રેનો શરૂ કરવામાં આવી રહી છે. તેમજ નવી સુવિધા સાથે નવી ટ્રેનો પણ દોડાવવામાં આવી રહી છે.
ભારતીય રેલ્વે પર ૧૦૦% વિધુતીકરણ ના રાષ્ટ્રના મિશન પર પુરપાટ ઝડપે કાર્ય કરી રહ્યું છે. ત્યારે સૌરાષ્ટ્રના લોકો માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે. રાજકોટથી જૂનાગઢ સુધી ઇલેક્ટ્રિક ટ્રેન દોડશે,જેની મજૂરી આપી દેવામાં આવતા ઝડપથી કાર્ય પણ થઈ રહ્યું છે. એક વર્ષ જેટલા ટુંકા સમયગાળામાં ઇલેક્ટ્રીક ટ્રેનનું કામ પૂર્ણ કરી તેણે રાજકોટથી જૂનાગઢ વચ્ચે દોડાવવામાં આવશે. રાજકોટથી જૂનાગઢ ટ્રેન પહોંચતા ૩ કલાક જેટલો સમય લાગશે.
જૂનાગઢમાં ટ્રેન શરૂ થયાના ૧૩૩ વર્ષ બાદ ઇલેક્ટ્રિક ટ્રેન દોડાવવાની મંજૂરી આપી દેવામાં આવી છે.જૂનાગઢમાં ૧૮૮૮માં ટ્રેન શરૂ થઇ હતી. આ ટ્રેન ૧૦૮ વર્ષ સુધી કોલસાથી ચાલતી હતી. તે બાદ સમય અનુસાર ૧૯૯૬માં ડીઝલ એન્જિન વડે ટ્રેનો દોડાવાઈ જે હજુ પણ ચાલુ જ છે. ઇલેક્ટ્રિક ટ્રેનના કામકાજ માટે રેલવે વિભાગ દ્વારા ટેન્ડર પણ બહાર પાડવામાં આવ્યું હતું.
ડીઝલ એન્જિન કરતાં ઇલેક્ટ્રિક એન્જિનની ગતિ પકડવાની ઝડપ ખૂબ જ વધારે હોય છે. ઇલેક્ટ્રિક એન્જિન થોડી જ સેકન્ડમાં ૦થી ૬૦થી વધુનું સ્પીડ પકડી લે છે. જેથી જે તે સ્થળે વહેલા પહોંચી શકાય છે. હાલ ડીઝલ એન્જિનની ટ્રેન દ્વારા જૂનાગઢથી રાજકોટ સુધી પહોંચતા ૩ કલાકથી વધુનો સમય લાગે છે જે ઇલેક્ટ્રિક ટ્રેનમાં ૩ કલાકની અંદર પોચશે.