વડોદરા: સોખડા મંદિરમાં ગુણાતીત સ્વામીના આપઘાત મામલે મોટા સમાચાર

વડોદરામાં સોખડા સ્વામિનારાયણ મંદિરમાં બુધવાર મોડીરાત્રે ગુણાતીત સ્વામીનું નિધન થયું છે. જેને લઈને હરિભક્તોમાં ભારે આઘાત લાગ્યો છે. જો કે, ગુણાતીત સ્વામીનું મૃત્યુ ક્યા કારણોસર થયું તે અંગેની અનેક તર્ક-વિતર્ક ચાલી રહી છે. જેની વચ્ચે વડોદરા FSLની ટીમે યોગી આશ્રમના રૂમ નંબરમાં સવા કલાક સુધી તપાસ હાથ ધરી હતી. જેમાં ગળે ફાંસો કેવી રીતે ખાધો? ગળે ફાંસો ખાવા માટે કઇ વસ્તુનો કરાયો ઉપયોગ? રૂમમાં લોહીના નમૂનાની હાજરી છે કે નહીં?ની તપાસ હાથ ધરી હતી.

પોલીસે ગુણાતીત સ્વામીના આપઘાતનો મામલો પ્રભુપ્રિય અને હરીપ્રકાશ સ્વામીની પૂછપરછ કરી હતી આ સાથે પોલીસની એક ટીમ તપાસ માટે ગુણાતીત સ્વામીના વતન વંથલી પણ મોકલાઇ છે. ઉલ્લેખનીય છે કે, વડોદરાના સોખડામાં ગુણાતીત સ્વામી મૃત્યુ મામલે હજુ પણ અનેક શંકાઓ ઉપજી રહી છે. જેમાં હરિધામના સંતોએ કુદરતી મોત ગણાવી અંતિમ સંસ્કાર કરવા પેરવી કરી હતી. મહત્વનું છે કે, ગુણાતીત સ્વામીના મોત પાછળ અનેક સવાલો ઉભા થયા છે. ગળેફાંસો માટે ઉપયોગમાં લેવાયેલો સામાન કેમ હટાવી લેવાયા?, પુરાવાની નાશ કરવા મુદ્દે કયા સંતો સામે નોંધાશે ગુનો?, આત્મહત્યાના ૧૨ કલાક સુધી ઢાંકપીછોળો કરનાર કોણ? આમ ગુણાતીત સ્વામીએ આત્મહત્યા કરી કે હત્યા એક મોટો સવાલ છે ?

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *